સુવિધા@પાટણઃ હોસ્પિટલમાં કોરોના દર્દીની સ્થિતિ અંગે પરિવારને ઘરે બેઠે માહિતી મળશે

અટલ સમાચાર.પાટણ લોકલ ટ્રાન્સમિશનના કારણે પાટણ જિલ્લામાં વધી રહેલા કોવિડ-૧૯ના દર્દીઓને સમયસર યોગ્ય સારવાર મળી રહે તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્રોએક્ટિવ કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવી રહેલી વધુ ૭૦ બેડ સાથેની આઈસોલેશન વ્યવસ્થાની જિલ્લા કલેક્ટર આનંદ પટેલે મુલાકાત લઈ જરૂરી સુચનો કર્યા હતા. અટલ
 
સુવિધા@પાટણઃ હોસ્પિટલમાં કોરોના દર્દીની સ્થિતિ અંગે પરિવારને ઘરે બેઠે માહિતી મળશે

અટલ સમાચાર.પાટણ

લોકલ ટ્રાન્સમિશનના કારણે પાટણ જિલ્લામાં વધી રહેલા કોવિડ-૧૯ના દર્દીઓને સમયસર યોગ્ય સારવાર મળી રહે તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્રોએક્ટિવ કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવી રહેલી વધુ ૭૦ બેડ સાથેની આઈસોલેશન વ્યવસ્થાની જિલ્લા કલેક્ટર આનંદ પટેલે મુલાકાત લઈ જરૂરી સુચનો કર્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતની સૌપ્રથમ કોવિડ-૧૯ ટેસ્ટ લેબ ધરાવતી અને જિલ્લાની મુખ્ય ડેડિકેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલ એવી ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે હાલ ૧૦૦ બેડની વ્યવસ્થા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે વધી રહેલા કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી વધુ ૭૦ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.સાથે જ અગાઉ ૪૫ દર્દીઓને ઉપલબ્ધ બનતી ઓક્સિજન વ્યવસ્થામાં પણ વધારો કરી વધુ ૩૦ દર્દીઓને ક્રિટીકલ કંડિશનમાં ઓક્સિજનનો પુરવઠો આપી શકાશે.ટૂંક જ સમયમાં ધારપુર હોસ્પિટલ ખાતે ૭૫ ઓક્સિજન ફેસિલિટી સાથેના કુલ ૧૭૦ બેડ ઉપલબ્ધ બનશે. જેથી કોવિડ-૧૯ના દર્દીઓને સમયસર જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવી શકાય.

 વધુમાં હોસ્પિટલ ખાતે ૨૪ કલાક કાર્યરત કોરોના હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે. ફોન નં. ૭૯૯૦૫ ૩૯૪૫૯ તથા ૬૩૫૧૦ ૩૫૫૧૮ પર સંપર્ક કરી કોરોના વાયરસને લગતી તમામ માહિતી તથા મદદ મેળવી શકાશે. ઉપરાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કોવિડ-૧૯ના દર્દીઓના પરિવારજનો દર્દીની સ્થિતિ અંગે પૃચ્છા કરી શકશે.

ધારપુર જનરલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ.યોગેશાનંદ ગોસ્વામી તથા આર.એમ.ઓ. ડૉ. હિતેશભાઈ ગોસાઈએ જિલ્લા કલેક્ટર આનંદ પટેલને તૈયાર કરવામાં આવી રહેલા નવીન વોર્ડ અને વ્યવસ્થાઓથી અવગત કર્યા હતા. જિલ્લા કલેક્ટરએ મુલાકાત સમયે જરૂરી સુચનો કરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.