ફફડાટ@બનાસકાંઠા: કોરોના કહેર બેફામ, નવા 18 કેસમાં 15 પુરુષ, 3 મહિલા

અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણ અવિરત બનતાં દરરોજ નવા દર્દીઓ સામે આવી રહ્યા છે. આજે દિયોદર, કાંકરેજ, ડીસા, ધાનેરા, વડગામ, વાવ,પાલનપુરમાં મળી નવા 18 દર્દી ઉમેરાતાં કોરોનાનો કુલ આંક 365 પહોંચ્યો છે. આજે ડીસામાં 6, પાલનપુરમાં 5, વડગામમાં 2, ધાનેરામાં 1, વાવમાં 1, કાંકરેજમાં 1, દિયોદરમાં 2 મળી 18 કેસ સામે આવ્યા છે.
 
ફફડાટ@બનાસકાંઠા: કોરોના કહેર બેફામ, નવા 18 કેસમાં 15 પુરુષ, 3 મહિલા

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણ અવિરત બનતાં દરરોજ નવા દર્દીઓ સામે આવી રહ્યા છે. આજે દિયોદર, કાંકરેજ, ડીસા, ધાનેરા, વડગામ, વાવ,પાલનપુરમાં મળી નવા 18 દર્દી ઉમેરાતાં કોરોનાનો કુલ આંક 365 પહોંચ્યો છે. આજે ડીસામાં 6, પાલનપુરમાં 5, વડગામમાં 2, ધાનેરામાં 1, વાવમાં 1, કાંકરેજમાં 1, દિયોદરમાં 2 મળી 18 કેસ સામે આવ્યા છે. જેમાં 15 પુરુષ અને 3 સ્ત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તરફ કોરોના દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.

ફફડાટ@બનાસકાંઠા: કોરોના કહેર બેફામ, નવા 18 કેસમાં 15 પુરુષ, 3 મહિલા

બનાસકાંઠા જીલ્લામાં આજે કોરોનાના 18 કેસ સામે આવ્યા છે. જેમાં દિયોદરના લુંદ્રા ગામે એકસાથે બે સગાભાઇનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડી તેમને ચેપ કેવી રીતે અને ક્યાંથી લાગ્યો તે શોધવા કવાયત હાથ ધરાઇ છે. અનલોકમાં મળેલી છુટછાટને પગલે વાહન વ્યવહાર બેફામ બનતાં, જીલ્લા બહારની મુસાફરી અને ગાઇડલાઇનનું પાલન નહિ કરવાને કારણે દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. તંત્ર દ્રારા કોરોના પોઝિટીવ આવેલા વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાની તજવીજ હાથ ધરાઇ છે.

આજે નોંધાયેલા દર્દીઓના નામ સહિતની વિગત

(1) સુરેખાબેન મથુર ભાઈ સોલંકી રહે.અનાપુર છોટા તા.ધાનેરા

(2) ચૌધરી શૈલેષભાઈ ભગવાનભાઈ લુદ્રા તા.દિયોદર

(3) ચૌધરી ભાલેશભાઈ ભગવાનભાઈ લુદરા તા.દિયોદર

(4) મકવાણા ઉમેદભાઈ જગાભાઈ રહે.શિહોરી તા.કાંકરેજ

(5) સરોજ મદનગીરી ગોસ્વામી રહે.ડીસા

(6) અમૃતભાઈ જેઠાભાઈ પટેલ રહે. ડીસા

(7) અખિલેશ ભાઈ સોમાભાઈ જૈન રહે.સમશેરપુરા તા.વડગામ

(8) ખેમચંદભાઈ મોહનલાલ માળી રહે.અંકિત સોસાયટી ડીસા

(9) કેતનકુમાર જયંતીભાઈ પ્રજાપતિ રહે.શ્રીપાલ નગર સોસાયટી, પાલનપુર

(10) જીતેન્દ્રકુમાર પવાલા રહે.ડીસા

(11) નીરવ નાનુભાઈ પઢીયાર રહે.ડીસા

(12) ધરમસિંહ પ્રજાપતિ રહે.અમદાવાદ હાઈવે, પાલનપુર

(13) કુલસુમબેન જાફર ભાઈ અઘારીયા રહે.કાણોદર તા. પાલનપુર

(14) ઈલિયાસભાઈ અબ્દુલરહેમાન ભાઈ શિરોયા રહે.પાલનપુર

(15) ચંદ્રિકાબેન જયંતીલાલ પવાલા રહે.ડીસા

(16) ઉત્તમભાઈ ડાયાભાઈ પરમાર રહે. વડગામ

(17) પટેલ વશરામભાઈ કાનાભાઈ રહે.ટડાવ તા.વાવ

(18) દિનેશભાઈ વશરામ ભાઈ ચૌહાણ રહે ગોઢ તા.પાલનપુર