ફફડાટ@બનાસકાંઠા: ચેપનો રાફડો વધ્યો, બે યુવતીને કોરોના, કેસ વધી શકે

અટલ સમાચાર, પાલનપુર પાલનપુર તાલુકાના ગઠામણ ગામે કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ ચેપનો ફેલાવો ભયાનક રીતે આગળ વધી રહ્યો છે. વધુ બે યુવતીને કોરોના પોઝીટીવ આવતાં વધુ કેસ બનવાની સંભાવના ઉભી થઇ છે. સંક્રમિતો ગામમાં અનેકના સંપર્કમાં આવ્યા હોઇ યુધ્ધના ધોરણે તપાસ શરૂ કરવામાં આવી છે. હેતલ અને પાર્વતી નામની બે યુવતીને કોરોના
 
ફફડાટ@બનાસકાંઠા: ચેપનો રાફડો વધ્યો, બે યુવતીને કોરોના, કેસ વધી શકે

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુર તાલુકાના ગઠામણ ગામે કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ ચેપનો ફેલાવો ભયાનક રીતે આગળ વધી રહ્યો છે. વધુ બે યુવતીને કોરોના પોઝીટીવ આવતાં વધુ કેસ બનવાની સંભાવના ઉભી થઇ છે. સંક્રમિતો ગામમાં અનેકના સંપર્કમાં આવ્યા હોઇ યુધ્ધના ધોરણે તપાસ શરૂ કરવામાં આવી છે. હેતલ અને પાર્વતી નામની બે યુવતીને કોરોના થતાં પરિજનો ચિંતિત બન્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ ગામે કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. એક જ ગામમાં ચેપને કારણે 10 કેસ થઈ જતાં અફરાતફરી મચી ગઇ છે. 22 વર્ષની હેતલ હીરાભાઈ ચૌહાણ નામની યુવતીના ઘેર કોરોના પોઝીટીવ જયંતિભાઈ ચૌહાણ જતાં હતા. આથી તેણીને ચેપ લાગ્યો છે. જ્યારે આશા પરમાર નામની છોકરીને કોરોના થયા દરમ્યાન 18 વર્ષની પાર્વતી વશરામજી દલવાડિયાના સંપર્કમાં આવી હતી. આથી પાર્વતીને સોમાભાઇના પરિવાર દ્વારા ચેપ લાગ્યો છે. હવે આ બંને યુવતી તેના પરિવાર સહિત આસપાસના રહીશોના સંપર્કમાં આવી હોવાની આશંકા જોતાં દોડધામ મચી ગઇ છે.

ફફડાટ@બનાસકાંઠા: ચેપનો રાફડો વધ્યો, બે યુવતીને કોરોના, કેસ વધી શકે

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગઠામણના સોમાભાઇ પરમારને કોરોના થતાં તેમનો પરિવાર ચેપગ્રસ્ત બન્યો છે. આ પછી સોમાભાઈના પરિવારને પણ ગામનાં અનેક રહીશો સાથે સંપર્ક થતાં ચેપનો ફેલાવો થયો છે. આવી સ્થિતિમાં ગામમાં કોરોના વાયરસનો ચેપને કારણે રાફડો ફાટયો હોઇ ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય તંત્ર દ્વારા સંક્રમિતોને શોધી પુછપરછ તેજ કરવામાં આવી છે.