આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુર અને ડીસામાં આજે વધુ 7 કોરોના દર્દી સામે આવતાં દોડધામ મચી ગઇ છે. અગાઉના દર્દીઓને કારણે તેમના જ પરિજનો અને પાડોશીઓને ચેપ લાગ્યો છે. ડીસાની મહિલાને કારણે તેના પરિવારજનોને અસર થઈ છે. સંક્રમણની ચેનલ પોઝીટીવ આવ્યા પહેલાં ઘણી આગળ નિકળી ગઇ હોઇ આરોગ્ય વિભાગને માથું ખંજવાળવુ પડે તેવી નોબત છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની મહિલા અમદાવાદથી આવ્યા બાદ સમાચારમાં આવી છે. પરિણિતાને પોઝીટીવ આવ્યા બાદ તેનો પુત્ર અને નળંદ પણ કોરોના વાયરસમાં સપડાયાં છે. આ તરફ ગઢ ગામે અગાઉના દર્દીએ ગામનાં જ પતિ પત્નીને ચેપ લગાવ્યો છે. આ તરફ વાસણીના પંચાલ પરિવારે સમાજના વધુ 2 વ્યક્તિને સંક્રમિત કર્યા છે. જ્યારે વડગામ તાલુકામાં કેદીને પોઝીટીવ આવ્યા બાદ ઈસ્લામપુરા ગામના રહીશને કોરોના થયો છે. આવી સ્થિતિમાં આજે એકસાથે 7 વ્યક્તિને કોરોના વાયરસ આવ્યો છે. જેના કારણે જિલ્લામાં કુલ 50 દર્દી કોરોના પોઝીટીવ થયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. જેમાં ચેપનો ફેલાવો કલ્પનાથી પણ વધુ હોવાનું મનાય છે. સંક્રમણની ચેનલ આરોગ્ય વિભાગની પકડથી હજારો માઇલ આગળ ચાલતી હોવાનું ચિત્ર રોજેરોજ બહાર આવતાં દર્દીઓને કારણે ઉભું થઇ રહ્યું છે. આથી સૌપ્રથમ કેસ આવ્યા બાદ ટૂંકાગાળામાં 50 કેસ થઇ ગયા છે.

આ રહ્યા 7 દર્દી

  • રહેંઉલ્લા હબીબભાઈ મારેડિયા, ઈસલામપુરા વડગામ
  • મયુરભાઈ કાળુભાઇ જાઘાનિયા,રહેવાસી ગઢ તા. પાલનપુર
  • જાંબુબેન કાળુભાઇ જાઘાનિયા,રહેવાસી ગઢ તા. પાલનપુર
  • અરુણાબેન કરસનભાઈ પંચાલ,રહેવાસી વાસણી તા. પાલનપુર
  • જરાબેન અંબારામભાઈ પંચાલ,રહેવાસી વાસણી તા. પાલનપુર
  • ઉર્વશીબેન જયદીપભાઇ દયા,રહેવાસી.સોની બજાર ડીસા
  • જય નરેશભાઈ દયા, રહેવાસીલ સોની બજાર, ડીસા

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code