ફફડાટ@ભારતઃ દેશમાં કોરોના દર્દીઓનો આંકડો પાંચ લાખ, ગુજરાતમાં 30 હજારને પાર

અટલ સમાચાર.ડેસ્ક સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ કોરોના સંક્રમિત વ્યક્તિઓનો આંકડો પાંચલાખને પાર થયો છે.ગુજરાતમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 26મી જુન સુધી 30 હજારને પાર થઇ ગઇ છે. અમદાવાદમાં શુક્રવારે 219 કેસ વધુ મળતા અમદાવાદ જિલ્લામાં જ કોરોનાના ચેપગ્રસ્ત વ્યક્તિઓનો આંકડો 20058 પર પહોચ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
ફફડાટ@ભારતઃ દેશમાં કોરોના દર્દીઓનો આંકડો પાંચ લાખ, ગુજરાતમાં 30 હજારને પાર

અટલ સમાચાર.ડેસ્ક

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ કોરોના સંક્રમિત વ્યક્તિઓનો આંકડો પાંચલાખને પાર થયો છે.ગુજરાતમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 26મી જુન સુધી 30 હજારને પાર થઇ ગઇ છે. અમદાવાદમાં શુક્રવારે 219 કેસ વધુ મળતા અમદાવાદ જિલ્લામાં જ કોરોનાના ચેપગ્રસ્ત વ્યક્તિઓનો આંકડો 20058 પર પહોચ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરામાં 2074, રાજકોટમાં 228, સુરતમાં 4058, ભાવનગરમાં 226, ગાંધીનગરમાં 616, પાટણમાં 162, બનાસકાંઠામાં 168, કચ્છમાં 130, મહેસાણામાં 235, સાબરકાંઠામાં 159, અરવલ્લમાં 187 સાથે શુક્રવાર સુધી સમગ્ર ગુજરાતમાં કોરોનાના ચેપગ્રસ્ત વ્યક્તિઓની સંખ્યા 30,158 પર પહોચી છે.જ્યારે શુક્રવારે 532 ચેપગ્રસ્ત દર્દીઓને સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે. જેથી રાજ્યમાં 30,158 ચેપગ્રસ્ત દર્દીઓ પૈકી કુલ અત્યાર સુધી 22,038 દર્દીઓ સાજા થતા તેમને ઘરે મોકલવામાં આવ્યા છે.

અત્યારે દેશમાં કોરોના વાયરસને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં એક દિવસમાં પાંચ હજારથી વધુ કોરોના વાયરસના દર્દીઓની પુષ્ટિ થઈ છે.Covid19india.orgના મતે દેશમાં હવે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 5 લાખથી વધુ થઇ ગઈ છે. મહારાષ્ટ્રમાં 5024 નવા કોરોના દર્દીઓની પુષ્ટિ થઈ છે, જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં નવા કોરોના વાયરસના 3460 દર્દીઓ નોંધાયા છે. આ ઉપરાંત તમિળનાડુમાં 3645 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 5024 નવા કોરોના વાયરસ દર્દીઓની પુષ્ટિ સાથે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ દર્દીઓની સંખ્યા 1.5 લાખને વટાવી ગઈ છે. હાલમાં મુંબઈમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 28244 છે.