આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર)

ઉત્તર ગુજરાતમાં લોકડાઉનને લઇ મોટાભાગે લોકો પોતના ઘરમાં જ રહ્યા છે. ભારે ફફડાટ વચ્ચે બજાર, શેરી અને જાહેર માર્ગો પર સન્નાટો વ્યાપી ગયો છે. આ તરફ ભારે દોડધામભરી જિંદગીમાં અનેક કામો વિલંબમાં મુકાયા છે. આથી કોરોના વાયરસથી કાયમી અને સંપૂર્ણ મુક્તિ મળે તેવી કાગડોળે રાહ જોવાઇ રહી છે. આ દરમ્યાન શંકાસ્પદોને તેઓના ઘેર જ ક્વોરેન્ટાઈન રાખી સ્ટિકર લગાવવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસને પગલે ઉત્તર ગુજરાતી પોતાના ઘરમાં જ રહ્યા છે. સવારથી લઇને અત્યાર સુધી બજાર અને માર્ગો ઉપર સન્નાટો જોવા મળી રહ્યો છે. આ દરમ્યાન મહેસાણા જીલ્લામાં વિદેશથી આવેલા વ્યક્તિઓને ઘરમાં રહેવા સુચિત કરવામાં આવ્યા છે. આ સાથે તેઓના ઘેર આરોગ્ય વિભાગે જાહેર નોટીસ સમાન સ્ટિકર લગાવ્યા છે. ખેરાલુમાં ચાર શંકાસ્પદોને ત્યાં આરોગ્ય વિભાગ દ્રારા સ્ટીકરો મારવામાં આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસથી કાયમી ધોરણે અને સંપૂર્ણ રીતે મુક્તિની રાહ જોવાઇ રહી છે. આ દરમ્યાન ખેરાલુમાં ચાર લોકોના ઘરે તંત્ર દ્રારા નોટીસ લગાવવામાં આવી છે. હોમ કવોરેનટાઈન‌ હેઠળ 14 દિવસ માટે રાખવામાં આવ્યા છે. ત્યારે આજુબાજુના લોકોએ આ મકાનની મુલાકાત 14 દિવસ સુધી લેવી નહીં તેવા આરોગ્ય તંત્ર દ્રારા નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code