આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણામાં આજે કોરોનાના નવા બે કેસ સામે આવ્યા છે. જેમાં સારવાર પહેલા જ એકનું મોત થયુ છે. અમદાવાદની ફાર્મા કંપનીમાં નોકરી કરતા કડીના પુરૂષનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે કડીના જ મહિલા સારવાર અર્થે ગાંધીનગર ગયા બાદ ત્યાં તેમનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આરોગ્ય તંત્રએ કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 2 કેસ સામે આવ્યા બાદ 1નું મોત થયુ છે. કડીના સોમેશ્વર પાર્કમાં રહેતા સુનિલભાઇ ત્રિવેદી અમદાવાદના ચાંગોદરની ક્લેરીસ ફાર્મા કંપનીમાં નોકરી કરે છે. જેમનું ઝાયડસ હોસ્પિટલમાં સેમ્પલ લેતા આજે તેમનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને લઇ તેમને હાલ સારવાર અર્થે ખેરવા સીસીસી ખાતે દાખલ કરવામાં આવ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કડીના રોયલ વ્યુ સોસાયટીમાં રહેતા સુધાબેન શર્મા 24/05/2020ના રોજ ગાંધીનગર હ્રદયની સારવાર અર્થે ગાંધીનગર જીએમઇઆરસ મેડિકલ કોલેજમાં ગયા હતા. જ્યાં તેમની બાયપાસ સર્જરી પણ કરવામાં આવી હતી. બાદમાં 24/05/2020ના રોજ તેમનું સેમ્પલ લેવાયા બાદ આજે તેમનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જોકે સારવાર પહેલા જ તેમનું મોત થયુ છે. નોંધનિય છે કે, જીલ્લામાં હાલ કુલ એક્ટિવ કેસ 32 અને 53 ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે.

07 Jul 2020, 7:40 AM (GMT)

COVID-19 Global Stats

11,854,444 Total Cases
543,666 Death Cases
6,814,657 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code