ફફડાટ@મહેસાણા: એક જ ગામમાં 6 વ્યક્તિને કોરોના, ચેપ શોધવા મથામણ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લામાં ગત દિવસે એકસાથે 21 કેસ આવ્યા બાદ આજે વધુ 6 દર્દી બન્યા છે. એક જ ગામમાં કોરોના વાયરસના કુલ 6 દર્દી આવતાં લોકડાઉન એકદમ કડક કરી દીધું છે. મોટાભાગના એક જ પરિવારના હોઇ ચકચાર મચી ગઇ છે. આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી ચેપનો ફેલાવો શોધવા અને સંક્રમણ અટકાવવા મથામણ શરૂ કરી
 
ફફડાટ@મહેસાણા: એક જ ગામમાં 6 વ્યક્તિને કોરોના, ચેપ શોધવા મથામણ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં ગત દિવસે એકસાથે 21 કેસ આવ્યા બાદ આજે વધુ 6 દર્દી બન્યા છે. એક જ ગામમાં કોરોના વાયરસના કુલ 6 દર્દી આવતાં લોકડાઉન એકદમ કડક કરી દીધું છે. મોટાભાગના એક જ પરિવારના હોઇ ચકચાર મચી ગઇ છે. આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી ચેપનો ફેલાવો શોધવા અને સંક્રમણ અટકાવવા મથામણ શરૂ કરી છે. ગણતરીના દિવસોમાં જિલ્લામાં કેસ વધી જતાં 31 દર્દી સારવાર હેઠળ છે.

મહેસાણા તાલુકાના છઠિયારડા ગામે કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. એક જ પરિવારના 5 વ્યક્તિ કોરોના વાયરસના દર્દી બન્યા છે. અગાઉના પોઝીટીવ ઈસમને કારણે આ 5 કોરોનાગ્રસ્ત બન્યા હોવાનું મનાય છે. આથી નાનકડાં ગામમાં કોરોના વાયરસના શંકાસ્પદો શોધવા દોડધામ મચી ગઇ છે. આ સાથે ચેપગ્રસ્તોને કારણે સંક્રમણ સ્થગિત કરવા કવાયત હાથ ધરી છે. બેલીમ પરિવાર સાથે ગામનું કે અન્ય કોઇ એકદમ નજીક સંપર્કમાં આવ્યા હતા કે કેમ ? તેની તપાસ શરૂ કરી છે. માત્ર એક જ અઠવાડિયામાં કોરોના વાયરસનાં 27 કેસ થઇ જતાં ચકચાર મચી ગઇ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં અગાઉના 32 અને આજે 6 મળી કુલ 38 કેસ થયા છે. જોકે 38માંથી અગાઉ 7 કેસ ડિસ્ચાર્જ થયેલ હોવાથી અત્યારે 31 દર્દી સારવાર હેઠળ છે. વડનગર મેડિકલ કોલેજ અને મહેસાણાની સાંઇક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં જિલ્લાના મોટાભાગના દર્દીઓ કોરોના વાયરસની સારવાર લઈ રહ્યા છે.