ફફડાટ@સુરેન્દ્રનગરઃ 2 પોઝિટિવ કેસ આવતાં જ આખુ ગામ ખાલી થઇ ગયુ

અટલ સમાચાર, ડેસ્ક સરકારે જિલ્લા સ્થળાંતરની મંજૂરી સાથે છૂટ આપતા શહેરના લોકો ગામડાઓમાં પહોંચી રહ્યા છે. જેના પગલે ગામડાઓમાં પણ કોરોના ફેલાયો છે. સુરેન્દ્રનગરના ગામમાં બે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આખું ગામ ખાલી થઈ ગયું છે. ચેપ ન ફેલાય તે માટે ગામના લોકો પોતાના ખેતર પર રહેવા જતા રહ્યા છે. 1100 લોકોની વસ્તી ધરાવતું
 
ફફડાટ@સુરેન્દ્રનગરઃ 2 પોઝિટિવ કેસ આવતાં જ આખુ ગામ ખાલી થઇ ગયુ

અટલ સમાચાર, ડેસ્ક

સરકારે જિલ્લા સ્થળાંતરની મંજૂરી સાથે છૂટ આપતા શહેરના લોકો ગામડાઓમાં પહોંચી રહ્યા છે. જેના પગલે ગામડાઓમાં પણ કોરોના ફેલાયો છે. સુરેન્દ્રનગરના ગામમાં બે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આખું ગામ ખાલી થઈ ગયું છે. ચેપ ન ફેલાય તે માટે ગામના લોકો પોતાના ખેતર પર રહેવા જતા રહ્યા છે. 1100 લોકોની વસ્તી ધરાવતું ગામ હાલ ઉજ્જડ બની ગયું છે.

ફફડાટ@સુરેન્દ્રનગરઃ 2 પોઝિટિવ કેસ આવતાં જ આખુ ગામ ખાલી થઇ ગયુ
file photo

સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના આસુન્દ્રાળી ગામમાં મોટાભાગના લોકો પલાયન કરી ગયા છે ત્યારે ગામમાં ચોરી જેવા કોઈ બનાવો ન બંને તેમજ બહારથી કોઈ વ્યક્તિ ખબર વગર ન ઘૂસી જાય તેના પર નજર રાખવા માટે ગામમાં તાત્કાલિક સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે.બંને ગામના લોકો આઠથી દસ દિવસ સુધી ચાલે એટલું અનાજ લઈને ખેતર ચાલ્યા ગયા છે. ગામમાં બે કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ ગામમાં ચાલતી ડેરી બંધ કરી દેવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ફફડાટ@સુરેન્દ્રનગરઃ 2 પોઝિટિવ કેસ આવતાં જ આખુ ગામ ખાલી થઇ ગયુ
file photo

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગામના ઉપ-સરપંચના પત્ની અને તેના ભાણેજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદમાં 1100 લોકોની વસ્તી ધરાવતા ગામમાંથી 700 લોકો ગામ છોડીને ખેતર પર રહેવા માટે ચાલ્યા ગયા છે. લોકોને એવો ડર છે કે તેમને પણ કોરોના થઈ જશે. જે બાદમાં જ ગામમાંથી હિજરત શરૂ થઈ હતી. બંને પોઝિટિવ દર્દીને સારવાર માટે સુરેન્દ્રનગરની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બંને લોકો અમદાવાદથી પરત ફર્યા હતાં.