ફફડાટ@વડગામ: યુવકને કોરોના આવ્યો, રહીશોમાં સંક્રમણનો ભય

અટલ સમાચાર, પાલનપુર ઉત્તર ગુજરાતના રેડઝોન બનાસકાંઠા જીલ્લામાં આજે વધુ એક કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યો છે. વડગામ તાલુકાના ગામનો રહીશનો રીપોર્ટ પોઝિટીવ આતા રહીશોમાં સંક્રમણનો ભય ઉભો થયો છે. વડગામમાં પોઝિટીવ કેસ આવતા કોરોનાગ્રસ્ત યુવકના સંપર્કમાં આવેલા લોકોની તપાસ હાથ ધરાઇ છે. આ સાથે મજાદર ગામના આજુબાજુના ત્રણ કિલોમીટર વિસ્તારમાં ખાસ સર્વે હાથ ધરવામાં
 
ફફડાટ@વડગામ: યુવકને કોરોના આવ્યો, રહીશોમાં સંક્રમણનો ભય

અટલ સમાચાર, પાલનપુર

ઉત્તર ગુજરાતના રેડઝોન બનાસકાંઠા જીલ્લામાં આજે વધુ એક કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યો છે. વડગામ તાલુકાના ગામનો રહીશનો રીપોર્ટ પોઝિટીવ આતા રહીશોમાં સંક્રમણનો ભય ઉભો થયો છે. વડગામમાં પોઝિટીવ કેસ આવતા કોરોનાગ્રસ્ત યુવકના સંપર્કમાં આવેલા લોકોની તપાસ હાથ ધરાઇ છે. આ સાથે મજાદર ગામના આજુબાજુના ત્રણ કિલોમીટર વિસ્તારમાં ખાસ સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના મજાદર ગામે એક યુવકનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મજાદર ગામના 24 વર્ષીય યુવકનો રીપોર્ટ પોઝિટીવ આવતા તંત્ર દોડતુ થયું છે. યુવકને સારવાર માટે પાલનપુરની બનાસ મેડિકલ કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડાયો છે. આ સાથે તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને શોધવા મથામણ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્રારા મજાદરના ત્રણ કિલોમીટર વિસ્તારમાં ખાસ સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે.