ફફડાટ@માણસા: દિપડો આવ્યો હોવાની બૂમ, જંગલની ટીમ પાંજરૂ ગોઠવી પરત

અટલ સમાચાર, માણસા (મનોજ ઠાકોર) માણસા ફોરેસ્ટ રેન્જમાં દિપડો આવ્યો હોવાની બૂમ મચી ગઇ છે. તાજેતરમાં એક દિપડો પકડ્યા બાદ બીજો હોવાની આશંકા ઉભી થતાં ગામલોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આથી પોલીસની જાણ બાદ જંગલ વિભાગની ટીમે બે કલાક તપાસ કરી હતી. જોકે દિપડો નહિ મળતાં પાંજરૂ ગોઠવી પરત ફર્યા હતા. દિપડો હોવાની ગામમાં ભારે
 
ફફડાટ@માણસા: દિપડો આવ્યો હોવાની બૂમ, જંગલની ટીમ પાંજરૂ ગોઠવી પરત

અટલ સમાચાર, માણસા (મનોજ ઠાકોર)

માણસા ફોરેસ્ટ રેન્જમાં દિપડો આવ્યો હોવાની બૂમ મચી ગઇ છે. તાજેતરમાં એક દિપડો પકડ્યા બાદ બીજો હોવાની આશંકા ઉભી થતાં ગામલોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આથી પોલીસની જાણ બાદ જંગલ વિભાગની ટીમે બે કલાક તપાસ કરી હતી. જોકે દિપડો નહિ મળતાં પાંજરૂ ગોઠવી પરત ફર્યા હતા. દિપડો હોવાની ગામમાં ભારે ચર્ચા હોઇ કોરોના સાથે વધુ એક ગભરાહટ વચ્ચે લોકો આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગર જિલ્લાના માણસા નજીક કલવડા વિસ્તારમાંથી અગાઉ દિપડો પાંજરે પુરાયો હતો. આ દરમ્યાન આસજોલ અને રણછોડપુરા સહિતના ગામલોકો હજુ એક દિપડો હોવાની આશંકા વ્યક્ત કરે છે. આથી ગઈકાલે શુક્રવારે ભારે ચર્ચા વચ્ચે પોલીસને જાણ થતાં માણસા રેન્જ ફોરેસ્ટ કચેરીને ધ્યાન દોર્યું હતું. આથી ફોરેસ્ટની ટીમ દિપડાના પગ શોધવા મથામણ કરી હતી. જોકે દિપડો નહિ મળતાં કોલવડા ગામ પાસે મૂકેલું પાંજરું ઉઠાવીને આસજોલ ગામ પાસે મૂક્યું છે. દિપડો ગામ નજીક સંતાયેલો હોવાની ચર્ચા વચ્ચે કોરોના વાયરસનો ફફડાટ આઉટ થઈ ગયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, માણસ પંથકમાં ભારેખમ જંગલ વિસ્તાર ન હોવા છતાં દિપડો આવતો હોઇ ચિંતા બની છે. અગાઉ પકડવામાં આવેલ દિપડા સાથે અન્ય એક દિપડો હોવાની આશંકા છે. આથી બીજો દિપડો હશે કે કેમ ? જો દિપડો હશે તો ક્યાં છુપાયો હશે ? પાણી કે ખોરાકની શોધમાં અન્યત્ર ચાલ્યો ગયો હશે ? આ તમામ સવાલો જંગલ આલમના કર્મચારી સાથે વિસ્તારના ગામલોકો માટે પણ મહત્વના બન્યા છે.

હાલ તપાસ કરતાં નથી

આ અંગે ઇન્ચાર્જ આરએફઓ બી એન દેસાઈએ જણાવ્યું હતું કે, પોલીસ અને ગામલોકોથી જાણ થતાં એકવાર તપાસ કરી લીધી છે. દિપડાના પગ પણ જોવા મળ્યા નથી. હાલ પાંજરૂ ગોઠવી પરત ફર્યા છીએ.