નિષ્ફળ@સમી: ઢોરડબ્બા વચ્ચે આખા ગામનો વહીવટ, અસ્વચ્છ ગ્રામ પંચાયત

અટલ સમાચાર, મહેસાણા સમી તાલુકાનુ ગામ ભારત સરકારના સ્વચ્છ ભારતનો નારો લગાવે પરંતુ ખૂદ પંચાયત અસ્વચ્છ હોવાનુ સામે આવ્યુ છે. ઢોરડબ્બા વચ્ચે આખા ગામના વિકાસનો વહીવટ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે. ઢોરના ગોબરની વચ્ચેથી પસાર થઇ ગામલોકો વિવિધ કામે પંચાયતે પહોંચે છે. ગ્રામ પંચાયતના કંમ્પાઉન્ડમાં જ રખડતા ઢોર પુરવામાં આવતા હોવાથી પંચાયતના અસ્તિત્વ અને
 
નિષ્ફળ@સમી: ઢોરડબ્બા વચ્ચે આખા ગામનો વહીવટ, અસ્વચ્છ ગ્રામ પંચાયત

અટલ સમાચાર, મહેસાણા

સમી તાલુકાનુ ગામ ભારત સરકારના સ્વચ્છ ભારતનો નારો લગાવે પરંતુ ખૂદ પંચાયત અસ્વચ્છ હોવાનુ સામે આવ્યુ છે. ઢોરડબ્બા વચ્ચે આખા ગામના વિકાસનો વહીવટ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે. ઢોરના ગોબરની વચ્ચેથી પસાર થઇ ગામલોકો વિવિધ કામે પંચાયતે પહોંચે છે. ગ્રામ પંચાયતના કંમ્પાઉન્ડમાં જ રખડતા ઢોર પુરવામાં આવતા હોવાથી પંચાયતના અસ્તિત્વ અને સ્વચ્છતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

નિષ્ફળ@સમી: ઢોરડબ્બા વચ્ચે આખા ગામનો વહીવટ, અસ્વચ્છ ગ્રામ પંચાયત

પાટણ જીલ્લાના સમી તાલુકાના વાઘપુરા ગામની પંચાયત રખડતા ઢોર માટેના ડબ્બા વચ્ચે આવી ગઇ છે. અઠવાડીયામાં એકાદ-બે દીવસ ગ્રામજનો માટે ખુલતી પંચાયત રખડતા ઢોર માટે ચોવીસ કલાક બની ગઇ છે. ગ્રામ પંચાયતના પ્રવેશદ્રારથી સમગ્ર કંમ્પાઉન્ડમાં અસ્વચ્છતાનો કબજો છે. પંચાયતમાં સ્વચ્છતાની ગ્રાન્ટ અને તેને લઇ થતી કામગીરી વચ્ચે સવાલો ઉભા થતાં સરપંચ અને ઉપસરપંચ આમને-સામને આવી ગયા છે.

વાઘપુરા ગ્રામ પંચાયત ઢોરડબ્બા વચ્ચે હોઇ ગંદકીએ માઝા મુકી હોઇ તલાટી સ્વચ્છ ભારતના અમલ સામે ગંભીર ન હોવાની સ્થિતિ બની છે. સમગ્ર મામલે તલાટીને પુછતાં જણાવ્યુ હતુ કે, ટુંક સમયમાં ગ્રામ પંચાયતનું કંમ્પાઉન્ડ સ્વચ્છ બની જશે. જોકે આ તરફ ઢોરડબ્બા વચ્ચે ચાલતી પંચાયત અને અસ્વચ્છતાની ગ્રાન્ટ વિશે પુછતાં ઉપસરપંચે સનસનીખેજ આક્ષેપ કર્યા છે. જેમાં સરપંચે ઢોરડબ્બાની પરવાનગી આપી છે તેમજ સ્વચ્છતાની ગ્રાન્ટ બારોબાર ખર્ચ કરી દેતા હોવાનો આક્ષેપ કર્યો છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પાટણ જીલ્લાની એકમાત્ર વાઘપુરા પંચાયત આખા ગામની સ્વચ્છતા અને વિકાસનો પ્લાન ઢોરડબ્બાની વચ્ચે કરી રહી છે. આવી સ્થિતિમાં ગામ માટેની સરકારની યોજનાઓ અને તેની સામે અમલવારી કરાવવામાં સમી તાલુકા પંચાયત નિષ્ફળ જઇ રહી છે. ઉલ્લેખનિય છે કે, સમી તાલુકા પંચાયતના સત્તાધિશો સ્વચ્છતા પ્રત્યે ગંભીર ન હોઇ અગાઉ પણ એક કરોડથી વધુનુ શૌચાલય કૌભાંડ થતાં ફરીયાદ દાખલ થયેલી છે.