આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત દ્વારા આંગણવાડી બહેનો માટે બે દિવસીય તાલીમ ગોઠવવામાં આવી છે. જેમાં રાત્રિ રોકાણની વ્યવસ્થા બહેનોએ જાતે કરવાની નોબત આવી છે. બહેનોને ખાનગી સ્થળે રાત્રિ રોકાણ કરતાં સુરક્ષાનો પ્રશ્ન બન્યો છે. જિલ્લા પંચાયત વ્યવસ્થા માટે નિષ્ફળ હોવાનાં સવાલો ઉભા થયા છે.સંકલિત બાળવિકાસ શાખા હેઠળની આંગણવાડી બહેનોને તાલીમ આપવામાં આવશે. સુરેન્દ્રનગરમાં આવેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં બે દિવસની તાલીમ દરમિયાન રાત્રિ રોકાણની વ્યવસ્થા નથી. આથી બહેનોએ રાત રોકાવા જાતે ગોઠવણી કરવી પડશે. કેટલાક સગાં સંબંધીઓમાં જશે તો કેટલાક ખાનગી સ્થળે રોકાશે.

add bjp

આવી સ્થિતિમાં રાત્રિ રોકાણમાં બહેનોની સુરક્ષાની જવાબદારી કોની ? જિલ્લા પંચાયતના સત્તાધીશો સામે સવાલો બન્યા છે કે દૂર દૂરથી આવતી બહેનો માટે કેમ કોઇ સગવડ ના કરી ? તેવા સવાલો ઉભા થયા છે. સમગ્ર બાબતે આંગણવાડી બહેનોમાં ભારોભાર નારાજગી અને ડરની ભાવના બની છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code