નિષ્ફળ@તંત્રઃ સપ્રેડા અને ઢેરીયાણાના લોકો ડામર રોડ વિના ત્રાહિમામ

અટલ સમાચાર, વાવ, મહેસાણા વાવ તાલુકાના સપ્રેડા અને ઢેરીયાણા વચ્ચે આઝાદીકાળથી ડામર રોડ નથી. તંત્રએ બન્ને ગામના લોકોને પાકા માર્ગની સુવિધાથી વંચિત રાખ્યા છે. બનાસકાંઠા જિલ્લા પંચાયત અને સદસ્યોથી લઈ સંસદ સભ્યોએ ગ્રામલોકોની હાલાકી સામે નિષ્ફળતા રાખી હોવાનું સ્પષ્ટ થયું છે. સ્થાનિક આગેવાનો છેલ્લા કેટલાય વર્ષોથી પાકા માર્ગની માંગણી કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના વાવ
 
નિષ્ફળ@તંત્રઃ સપ્રેડા અને ઢેરીયાણાના લોકો ડામર રોડ વિના ત્રાહિમામ

અટલ સમાચાર, વાવ, મહેસાણા

વાવ તાલુકાના સપ્રેડા અને ઢેરીયાણા વચ્ચે આઝાદીકાળથી ડામર રોડ નથી. તંત્રએ બન્ને ગામના લોકોને પાકા માર્ગની સુવિધાથી વંચિત રાખ્યા છે. બનાસકાંઠા જિલ્લા પંચાયત અને સદસ્યોથી લઈ સંસદ સભ્યોએ ગ્રામલોકોની હાલાકી સામે નિષ્ફળતા રાખી હોવાનું સ્પષ્ટ થયું છે. સ્થાનિક આગેવાનો છેલ્લા કેટલાય વર્ષોથી પાકા માર્ગની માંગણી કરી રહ્યા છે.

નિષ્ફળ@તંત્રઃ સપ્રેડા અને ઢેરીયાણાના લોકો ડામર રોડ વિના ત્રાહિમામ

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના કેટલાક ગામો પાકા માર્ગ સહિતની પ્રાથમિક સુવિધાથી વંચિત ચાલી રહ્યા છે. સપ્રેડા અને ઢેરીયાણા ગામ વચ્ચે માત્ર 3 કિ.મી.નું અંતર હોવાછતાં ડામર રોડ નથી. અવાર નવાર માટીકામ કરી સ્થાનિક લોકો અવર જવર કરી રહ્યા છે. જોકે, માર્ગ-મકાન પંચાયત અને ધારાસભ્યોએ બેદરકારી દાખવતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બન્ને ગામ વચ્ચે ડામર રોડ બનાવવા સ્થાનિક જિલ્લા પંચાયતના સદસ્યએ માંગણી કરી હતી. જોકે, માંગણીના બે થી ત્રણ માર્ગ વચ્ચે સપ્રેડા અને ઢેરીયાણાનો ડામર રોડ અધ્ધરતાલ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, પાકો માર્ગ ન હોવાથી ઢેરીયાણાના વિદ્યાર્થીઓ છેક 5 કિ.મી. દૂર ઢીમા ગામની હાઈસ્કૂલમાં જઈ રહ્યા છે. જો બન્ને ગામ વચ્ચે ડામર રોડ થઈ જાય તો ઢેરીયામાના વિદ્યાર્થીઓને માત્ર 3 કિ.મી.ના અંતરમાં હાઈસ્કૂલ મળી શકે તેમ છે.

સમગ્ર મામલે ઢીમા બેઠકના સદસ્ય હરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી બન્ને ગામને પાકો માર્ગ બનાવી આપવા રજૂઆત કરી રહ્યા છીએ. ડામર રોડ વિના ચોમાસામાં બન્ને ગામના લોકો ભયંકર મુશ્કેલી અનુભવે છે.