આક્ષેપ@રાજકીય: અલ્પેશ ઠાકોર 20 કરોડમાં વેચાયો હોવાના મેસેજ વાયરલ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં રાજયસભાની ચુંટણી બાદ ગણતરી મુજબ અલ્પેશ ઠાકોરે દાવ ખેલ્યો છે. ક્રોસવોટીંગ કરી અલ્પેશ સહિત ધવલસિંહે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધુ છે. રાજીનામાની ઘટનાને પગલે ઠાકોર સહિતના સમાજમાં અલ્પેશ તરફી અને વિરોધી વાતો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહી છે. જેમાં અલ્પેશ 20 કરોડમાં વેચાયો હોવાના આક્ષેપોને પગલે રાજકીય ખળભળાટ મચી ગયો છે.
 
આક્ષેપ@રાજકીય: અલ્પેશ ઠાકોર 20 કરોડમાં વેચાયો હોવાના મેસેજ વાયરલ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં રાજયસભાની ચુંટણી બાદ ગણતરી મુજબ અલ્પેશ ઠાકોરે દાવ ખેલ્યો છે. ક્રોસવોટીંગ કરી અલ્પેશ સહિત ધવલસિંહે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધુ છે. રાજીનામાની ઘટનાને પગલે ઠાકોર સહિતના સમાજમાં અલ્પેશ તરફી અને વિરોધી વાતો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહી છે. જેમાં અલ્પેશ 20 કરોડમાં વેચાયો હોવાના આક્ષેપોને પગલે રાજકીય ખળભળાટ મચી ગયો છે.

આક્ષેપ@રાજકીય: અલ્પેશ ઠાકોર 20 કરોડમાં વેચાયો હોવાના મેસેજ વાયરલ

અલ્પેશ ઠાકોરના વલણથી અકળાઈ ઉઠેલા ઠાકોર સમાજના જ યુવાઓ ક્રોસ વોટીંગ કરો અને કરોડપતિ બનો તેવા સુત્રો ફેસબુકમાં વાયરલ કરી રહયા છે. જેમાં અન્ય યુવાનો સમર્થન તો કેટલાક યુવાનો ઠાકોરસેનાનો નારો લગાવી અલ્પેશ સાથે હોવાની વાત જણાવી રહયા છે. એટલે કે અલ્પેશના નિર્ણયનું સર્મથન અને વિરોધ સામે આવી રહયા છે.

આક્ષેપ@રાજકીય: અલ્પેશ ઠાકોર 20 કરોડમાં વેચાયો હોવાના મેસેજ વાયરલ

અલ્પેશ ઠાકોર કેટલામાં વેચાયો હોવાના સવાલો સામે 20 કરોડમાં વેચાઇ ગયો તેવી પ્રતિક્રિયા સામે આવી રહી છે. જગદિશ ઠાકોરે પણ મિડીયા સમક્ષ જણાવ્યુ હતુ કે, ઠાકોર સમાજના કેટલાક લોકો અલ્પેશ ઠાકોર કેટલા કરોડમાં વેચાયો તેવા સવાલો મને પુછી રહયા છે. આવી સ્થિતિમાં અલ્પેશનો નિર્ણય ઠાકોર સમાજમાં અભિપ્રાયો, વિચારો, મંતવ્યો અને સંવાદો ઉભો કરી રહયા છે.

આક્ષેપ@રાજકીય: અલ્પેશ ઠાકોર 20 કરોડમાં વેચાયો હોવાના મેસેજ વાયરલ