પરિવાર@મોડાસાઃ કોરોનામાં ભાડૂં ચુકવવા નિષ્ફળ, મકાન માલિકે પુરી દીધો

અટલ સમાચાર, મોડાસા અરવલ્લીમાં એક મકાન માલિકે તેના ભાડૂંઆતે પૂરું ભાડૂં ન ચૂકવતા તેમને ઘરમાં જ બંધ કરી દીધા હતા. મકાન માલિક ઘરનો દરવાજો બહારથી બંધ કરીને ઉપર તાળું મારીને ભાગી ગયો હતો. સરકાર તરફથી પણ અપીલ કરવામાં આવી છે કે આવા કપરા સમયમાં કોઈ પણ મકાન માલિક તેમના ભાડુઆતને મકાન ખાલી ન કરાવે અને
 
પરિવાર@મોડાસાઃ કોરોનામાં ભાડૂં ચુકવવા નિષ્ફળ, મકાન માલિકે પુરી દીધો

અટલ સમાચાર, મોડાસા

અરવલ્લીમાં એક મકાન માલિકે તેના  ભાડૂંઆતે પૂરું ભાડૂં ન ચૂકવતા તેમને ઘરમાં જ બંધ કરી દીધા હતા. મકાન માલિક ઘરનો દરવાજો બહારથી બંધ  કરીને ઉપર તાળું મારીને ભાગી ગયો હતો. સરકાર તરફથી પણ અપીલ કરવામાં આવી છે કે આવા કપરા સમયમાં કોઈ પણ મકાન માલિક તેમના ભાડુઆતને મકાન ખાલી ન કરાવે અને ભાડાના પૈસા માટે દબાણ ન કરે.

પરિવાર@મોડાસાઃ કોરોનામાં ભાડૂં ચુકવવા નિષ્ફળ, મકાન માલિકે પુરી દીધો
file photo

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સહારાનગર સોસાયટીમાં આ બનાવ બન્યો હતો. ઘરમાલિક દ્વારા તેના મકાનમાં દોઢ વર્ષથી રહેતા પરિવારને ઘરમાં પૂરી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે મકાન માલિકનો પૌત્ર ભાડૂં લેવા માટે આવ્યો હતો. જોકે, ભાડૂંઆતે બે હજારના ભાડા સામે ફક્ત એક હજાર આપ્યા હતા. તેમજ બાકીના પૈસા પછી આપવાનું જણાવ્યું હતું. જે બાદમાં મકાન માલિકના પૌત્રએ બહારથી ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો અને ઉપર તાળું મારી દીધું હતું. મકાન માલિકના પૌત્રએ આવું કૃત્ય કરતા પરિવારના 4 સભ્યો અંદર જ બંધ થઈ ગયા હતા.

પરિવાર@મોડાસાઃ કોરોનામાં ભાડૂં ચુકવવા નિષ્ફળ, મકાન માલિકે પુરી દીધો
file photo

આ ઘટનાની જાણ થતાં પાડોશીઓ એકઠા થઈ ગયા હતા અને તેમણે પૈસા ભેગા કરીને મકાન માલિકના પૌત્રને આપ્યા હતા. જોકે, મકાન માલિકનો પૌત્ર આ પૈસા રસ્તા પર ફેંકીને ભાગી ગયો હતો. બીજી તરફ મકાન માલિકનું કહેવું છે કે તેને આ અંગે કોઈ જ માહિતી નથી. તેમના જમાઇ તરફથી આવું કૃત્ય કરવામાં આવ્યું છે. એવી પણ માહિતી મળી છે કે કે ભાડૂંઆતના પરિવારમાં 4 સભ્યો છે. જેમાં મહિલાનો પતિ મજૂરીકામ અને મહિલા ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. હાલ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આ પરિવારનું મકાન બની રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યું હતુ કે, મકાન માલિક મોડાસા નગરપાલિકાના પૂર્વ સભાપતિ હોવાનું માલુમ પડ્યું છે. તહેવારના દિવસે પરિવારને ઘરમાં કેદ જોઈને સોસાયટીના લોકો ત્રણ હજાર રૂપિયા એકઠા કર્યાં હતાં. આ રકમ તેમણે મકાન  માલિકના પૌત્રને આપ્યા હતા પરંતુ તેણે આ પૈસા રસ્તા પર ફેંકી દીધા હતા અને બે દિવસમાં મકાન ખાલી કરી દેવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઘરનું તાળું તોડીને પરિવારને મુક્ત કરાવ્યો હતો. આ ઉપરાંત મકાન માલિક સામે ફરિયાદ કરવી છે કે નહીં તેની પૂછપરછ કરી હતી. બીજી તરફ કલેક્ટર તરફથી આ ઘટનામાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.