ઘરકંકાસનો કરૂણ અંજામ: પતિએ પત્નિ-પુત્રને કેનાલમાંં ધકેલ્યા, પત્નિનું મોત, પુત્ર ગુમ

અટલ સમાચાર, ડેસ્ક વ્યક્તિના મગજમાં ક્રૂરતા સવાર થાય તો તે બધા જ ભાન ભૂલી જઈને તમામ હદો પાર કરી દે છે. આવો જ એક કિસ્સો છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં સામે આવ્યો છે. જેમાં પતિએ પોતાની પત્ની અને દીકરાને નર્મદા કૅનાલમાં ધકેલી દઈને મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ કમકમાટીભર્યો બનાવ છોટાઉદેપુર જિલ્લાના
 
ઘરકંકાસનો કરૂણ અંજામ: પતિએ પત્નિ-પુત્રને કેનાલમાંં ધકેલ્યા, પત્નિનું મોત, પુત્ર ગુમ

અટલ સમાચાર, ડેસ્ક

વ્યક્તિના મગજમાં ક્રૂરતા સવાર થાય તો તે બધા જ ભાન ભૂલી જઈને તમામ હદો પાર કરી દે છે. આવો જ એક કિસ્સો છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં સામે આવ્યો છે. જેમાં પતિએ પોતાની પત્ની અને દીકરાને નર્મદા કૅનાલમાં ધકેલી દઈને મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ કમકમાટીભર્યો બનાવ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઝાંખરપુરા નજીક બન્યો છે.

ઘરકંકાસનો કરૂણ અંજામ: પતિએ પત્નિ-પુત્રને કેનાલમાંં ધકેલ્યા, પત્નિનું મોત, પુત્ર ગુમ

પત્નીને પિયર લઇ જવાનું કહીને પતિએ પત્ની અને દોઢ વર્ષના દીકરાને બાઇક પર લઈ ગયો હતો. રસ્તામાં કૅનાલ બ્રિજ બાઇક ઊભું રાખીને પત્ની અને દીકરાને ધક્કો મારીને કૅનાલમાં ધકેલી દીધા હતા. મૃત પરિણીતાનો મૃતદેહ વાઘોડિયાના સરણેજ ગામેથી મળી આવ્યો હતો. જ્યારે બાળકની શોધખોળ હજી ચાલુ છે. બીજી તરફ, પોલીસે કાર્યવાહી કરતાં હત્યારા પતિની ધરપકડ કરી લીધી છે.