આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસા તાલુકાના ગામે બે મહિના પહેલા સગીરાને ભગાડી જનાર ઇસમ સામે પગલા ભરવા અને સગીરાને પરત લાવવા રજૂઆત થઇ છે. બનાસકાંઠા સમાજ બહુજન પાર્ટી દ્રારા ડીસા નાયબ કલેક્ટર અને ડીસા રૂરલ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે. બે મહિનાથી લોકડાઉન હોવાથી પોલીસ બંદોબસ્તમાં હોવાથી કાર્યવાહી થઇ ન હતી. જોકે આરોપીને પોલીસનો કોઇ ભય ના હોય અને પડકાર ફેંકતો હોય તેમ ટીકટોકમાં સગીરા અને તેના વિડીયો બનાવી અપલોડ કર્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના આસેડા ગામે બે મહિના પહેલા ગામનો હકાજી સુરાજી ઠાકોર સગીરાને તા.12/03/2020ના રોજ ફોસલાવી ભગાડી ગયો હતો. જોકે આરોપીના પરીવારે સગીરાના પિતાને કહેલ કે, ચાર-પાંચ દિવસ રાહ જુઓ અમે તમારી દીકરી પરત લાવી આપીશું. જોકે દિકરી પરત નહિ આવતા સગીરાના પિતાએ તા.23/03/2020 ના રોજ પોલીસ ફરીયાદ કરી હતી. જોકે બે મહિનાના લોકડાઉનમાં પોલીસ બંદોબસ્તમાં હોવાથી કોઇ કાર્યવાહી થઇ ન હતી. જેને લઇ આજે બનાસકાંઠા બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ દ્રારા નાયબ કલેક્ટર અને ડીસા રૂરલ પીઆઇએ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આસેડા ગામના અમરતભાઇ ભરથરીએ કરેલી રજૂઆતમાં જણાવ્યુ હતુ કે, તેમની દીકરી ભગાડી જનારના પરિવારજનો વારંવાર તેમને ધમકી પણ આપી રહ્યા છે. આ સાથે વારંવાર ધમકી મળતી હોવાથી પોતાના પરિવારને પોલીસ રક્ષણ મળે તેવી માંગ કરી છે. બનાસકાંઠા બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ પ્રકાશ સોલંકીએ પણ ડીસા રૂરલ પોલીસ અને નાયબ કલેક્ટરને તાત્કાલિક તપાસ કરવા અને ત્વરિત સગીરાને શોધવા લેખિત રજૂઆત કરી છે.

07 Jul 2020, 6:17 AM (GMT)

COVID-19 Global Stats

11,844,706 Total Cases
543,541 Death Cases
6,812,478 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code