file photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો ચર્ચામાં છે. ત્યારે બુલઢાણામાં એક ખેડૂતે વૃક્ષ પર લટકીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મહત્વની વાત એ છે કે મૃતક ખેડૂતે ભાજપનું ટી-શર્ટ પહેરીને ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યું હતુ.

ભાજપના સાથીપક્ષ શિવસેનાએ આ ઘટનાને ઘણી જ ગંભીર ગણાવી તમામ પક્ષોને ખેડૂતોની સમસ્યાને ગંભીરતાથી લેવા અપીલ કરી છે. શિવસેનાના ખેડૂત નેતા કિશોર તિવારીએ જણાવ્યું કે આ પ્રકારની ઘટનાઓ ખેતી પર ઉભા થયેલા ગંભીર સંકટનો સંકેત આપે છે. જો આગામી સરકાર નક્કર પગલાં નહીં ભરે તો આ સમસ્યા કાબૂ બહાર થઇ જશે.

મૃતક ખેડૂતની ઓળખ 38 વર્ષીય રાજુ તલવડેના રૂપમાં થઇ છે. રાજુએ ખટખેડ ગામમાં સવારે એક વૃક્ષની ડાળી સાથે કપડું બાંધી ગળેફાંસો ખાઇ લીધો. તેમણે પહેરેલા ટી-શર્ટમાં ભાજપનું ચિન્હ કમળ છપાયેલું છે. તેમજ ફરીથી અમારી સરકાર બનાવો એવો નારો પણ લખેલો છે. આ ટી-શર્ટ ભાજપે તેમના કાર્યકર્તાઓને વહેંચી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code