બનાસકાંઠાનું ધાનેરા મગફળી કેન્દ્ર અચાનક બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ

અટલ સમાચાર,ડીસા બનાસકાંઠાના ધાનેરા મગફળી કેન્દ્રમાં આખી રાત ઉજાગરો કરીને ખેડૂતો મગફળી વેચવા મજબૂર બન્યા હતા. પણ અચાનક ધાનેરા કેન્દ્રમાં મગફળી ખરીદવાનું બંધ કરી દેવામાં આવતા ખેડૂતો ની હાલત કફોડી બની જવા પામી હતી. ખેડૂતોને અન્ય સેન્ટર પર મગફળી વેચવાનો આદેશ થતા ખેડૂતોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. આ બાબતે ખેડુતો જોડે વાત કરતા તેમણે
 
બનાસકાંઠાનું ધાનેરા મગફળી કેન્દ્ર અચાનક બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠાના ધાનેરા મગફળી કેન્દ્રમાં આખી રાત ઉજાગરો કરીને ખેડૂતો મગફળી વેચવા મજબૂર બન્યા હતા. પણ અચાનક ધાનેરા કેન્દ્રમાં મગફળી ખરીદવાનું બંધ કરી દેવામાં આવતા ખેડૂતો ની હાલત કફોડી બની જવા પામી હતી. ખેડૂતોને અન્ય સેન્ટર પર મગફળી વેચવાનો આદેશ થતા ખેડૂતોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. આ બાબતે ખેડુતો જોડે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, જેટલા ટોકન આપ્યા છે તે તમામ મગફળીની ખરીદી આ કેન્દ્રમાં જ ખરીદવામાં આવે. તો આ સંદે અમોએ હાજર અધિકારીઓ જોડે વાત કરી તો એમને જણાવ્યું કે મોટાભાગની ખરીદી થઈ ગયેલ છે જે બાકી છે એમને ડીસા કે પાંથાવાડા કેન્દ્રમાં વેચાણ કરવું પડશે.

મહત્વનું છે કે, હાલ તો ગઇ કાલે રાત્રે 11: 00 વાગે આ મામલે ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે ચકમક જરી રહી હતી. આ કેન્દ્રમાં ખેડૂતો ત્રણ વાર ચક્કાજામ કરી ચુક્યા છે હવે જોવાનું એ રહ્યું કે મગફળી કેન્દ્ર ફરીથી શરૂ થાય છે કે ખેડૂતો અન્ય કેન્દ્રમાં વેચવા જાય છે એ તો આવનારો સમય જ બતાવશે.