મહેસાણામાં હલકા બ્લોક નખાતાં ડિવાઇડરનું કામ અટકાવી દેવાયું
અટલ સમાચાર, મહેસાણા મહેસાણા શહેરના જાહેર રસ્તાઓમાં જૂના ડીવાઇડર કાઢી વૃક્ષ સુશોભન માટે રૂ. 50 લાખના ખર્ચે નવા ડીવાઇડર નાંખવાની કામગીરીની હૈદરીચોકથી ઝુલેલાલ ચોક સુધી પહોંચી છે. પરંતુ પ્રથમ ગ્રાસે જ મક્ષિકાની જેમ અહીં જે બ્લોક નાખવામાં આવી રહ્યા છે તે સાવ હલકી ગુણવત્તાના હોવાનું ધ્યાને આવતાં નગરપાલિકા દ્વારા તાબડતોબ આ કામ અટકાવી દેવાયું હતું.
Jan 25, 2019, 12:15 IST

અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા શહેરના જાહેર રસ્તાઓમાં જૂના ડીવાઇડર કાઢી વૃક્ષ સુશોભન માટે રૂ. 50 લાખના ખર્ચે નવા ડીવાઇડર નાંખવાની કામગીરીની હૈદરીચોકથી ઝુલેલાલ ચોક સુધી પહોંચી છે. પરંતુ પ્રથમ ગ્રાસે જ મક્ષિકાની જેમ અહીં જે બ્લોક નાખવામાં આવી રહ્યા છે તે સાવ હલકી ગુણવત્તાના હોવાનું ધ્યાને આવતાં નગરપાલિકા દ્વારા તાબડતોબ આ કામ અટકાવી દેવાયું હતું. અને બ્લોકના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા હતા.