ઘાતકઃ કોરોનાના નવા દર્દીઓનાં મગજમાં લોહીની ગાંઠો જોવા મળી

અટલ સમાચાર, ડેસ્ક ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસને નાબૂદ કરવા માટેની રસી ન બની શકી હોવાના કારણે કોરોના વાયરસ વધુને વધુ શક્તિશાળી બની રહ્યો છે. આખી દુનિયાના ન્યૂરોલોજીસ્ટોના અનુસાર, કોરોના વાયરસ હવે પહેલાં કરતા પણ વધુ ખતરનાક બની ગયો છે. કોનોરા વાયરસના ચેપે હવે મગજને ગળા અને ફેફસાં સાથે જોડવાનું શરૂ કરી દીધું છે.
 
ઘાતકઃ કોરોનાના નવા દર્દીઓનાં મગજમાં લોહીની ગાંઠો જોવા મળી

અટલ સમાચાર, ડેસ્ક

ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસને નાબૂદ કરવા માટેની રસી ન બની શકી હોવાના કારણે કોરોના વાયરસ વધુને વધુ શક્તિશાળી બની રહ્યો છે. આખી દુનિયાના ન્યૂરોલોજીસ્ટોના અનુસાર, કોરોના વાયરસ હવે પહેલાં કરતા પણ વધુ ખતરનાક બની ગયો છે. કોનોરા વાયરસના ચેપે હવે મગજને ગળા અને ફેફસાં સાથે જોડવાનું શરૂ કરી દીધું છે. ન્યૂ યોર્ક ટાઇમ્સ અનુસાર ડોક્ટરો કહે છે કે કોરોના પીડિતોમાં એક વર્ગ એવો છે કે, જેના મગજમાં ચેપના ગંભીર પરિણામો જોવા મળી રહ્યા છે. નિષ્ણાંતોએ તેને મગજની નિષ્ક્રિયતા નામ આપ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહ્યા છે, તેઓ કહે છે કે આનાથી દર્દીની બોલવાની ક્ષમતા પર અસર થવા લાગી છે. કોરોના ચેપગ્રસ્ત દર્દીઓના માથામાં સોજો હોવાને કારણે માથાનો દુખાવો વધી રહ્યો છે. આ સિવાય આવા દર્દીઓમાં વિવિધ સ્વાદની ગંધ અને ઓળખવાની ક્ષમતા પણ ઓછી થતી જાય છે. ઇટલીની બ્રાસિકા યુનિવર્સિટીની હોસ્પિટલ સાથે સંકળાયેલા ડો. એલેસેન્ડ્રો પેડોવાનીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી કોરોના ચેપગ્રસ્ત દર્દીઓમાં પરિવર્તન આવ્યું છે. એવું નથી કે આ પરિવર્તન ફક્ત ઇટલીમાં જ જોવા મળ્યું છે, તે અન્ય દેશોના ડોકટરો દ્વારા પણ જોવા મળ્યું છે કે હવે દર્દીઓના મગજમાં લોહીની ગાંઠ જામી જવાથી મગજમાં સોજો આવે છે, કોરોના દર્દીઓમાં બોલવામાં તકલીફ પડે છે.

બ્રેઇન સ્ટ્રોક, બ્રેઇન એટેક જેવા ઘણા લક્ષણો જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં, તાવ અને શ્વાસની તકલીફ જેવા લક્ષણો દર્શાવતા પહેલા કોરોના દર્દી સંવેદનશીલ બને છે. ઇટલીમાં આવા દર્દીઓ માટે એક અલગ ન્યૂરો-કોવિડ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે.દર્દીઓ સાથે તાજેતરમાં વાત કર્યા પછી, એવું જાણવા મળ્યું છે કે હવે કોરોના વાયરસ ફક્ત શ્વાસનળી પૂરતો મર્યાદિત રહ્યો નથી. તે નર્વસ સિસ્ટમ સુધી પહોંચે છે જે શ્વાસ લેવાની ક્ષમતાને સંપૂર્ણપણે મારે છે ચીનમાં કરવામાં આવેલા સંશોધન દ્વારા પુષ્ટિ કરવામાં આવે છે કે કોરોનાથી પીડિત 15% દર્દીઓમાં થોડીક માનસિક સમસ્યાઓ પણ જોવા મળી છે.