કામગીરી@ફતેપુરા: સ્વચ્છતા અભિયાન અંતર્ગત તળાવમાં ઉતરી ટીમ, જળ શુદ્ધિકરણને મદદ મળી

જિલ્લા કલેક્ટરે સમગ્ર કામગીરી બિરદાવી ટ્વીટર ઉપર મૂકી સીએમને જાણ કરી 
 
Dahod sbm
ફતેપુરા તાલુકામાં સ્વચ્છતા અભિયાનની ગતિ પૂરજોશમાં ચાલી રહી 

અટલ સમાચાર ડોટ કોમ, દાહોદ

દેશભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા અને તાલુકા તંત્ર પણ વિવિધ સ્થળોએ સફાઈ કરી પોતાનું યોગદાન આપી રહ્યા ત્યારે દાહોદમાં પણ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ ફતેપુરા તાલુકામાં એક સ્થળે સફાઇ કરતાં બે કામ થયા છે. તળાવ આસપાસ સફાઇ કરતાં સ્વચ્છતા વધી તો સાથે જળ શુદ્ધિકરણની કામગીરી પણ થઈ ગઈ છે. મોટી નાદુકન ગ્રામ પંચાયતના તળાવ પાસેની આ કામગીરી અનેક લોકોને પ્રેરણા આપતી બની છે.

જાહેરાત

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટી નાદુકન ગ્રામ પંચાયતના તળાવ પાસે લગભગ પ્રથમ વખત એકીસાથે મોટી સંખ્યામાં તંત્રની ટીમ ઉતરી છે. સ્વચ્છ ભારત અભિયાન અને સ્વચ્છ ગુજરાત અંતર્ગત મોટી નાદુકન ગામના તળાવને સ્વચ્છ કરવા તંત્રના કર્મચારીઓ પહોંચી ગયા હતા અને અહિં ઝાડી ઝાંખરા તેમજ તળાવમાંથી કચરો દૂર કરી તળાવ આસપાસ સ્વચ્છતા વધારી તો બીજી તરફ તળાવના પાણીને પણ સ્વચ્છ કરવા મદદ મળી હતી. કલેક્ટરે આ બાબતે ટીમની કામગીરી બિરદાવી પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ ઉપર પણ મૂકી હતી.