girl mot
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

વ્યારા તાલુકાનાં ઘાટા ગામના દગડી ફળિયામાં પિતાએ મારીને પુત્રનું ઢીમ ઢાળી દેતા ચકચાર મચી ગઇ હતી. પુત્રએ જમવાનું ચૂલામાં ફેંકી દેતાં રોષે ભરાયેલા પિતાએ કુહાડાના ઘા ઝીંકી તેની હત્યા કરી નાંખી હતી. બનાવ અંગે પોલીસને જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

 આ મામલે મળતી માહિતી પ્રમાણે વ્યારા તાલુકાનાં ઘાટા ગામના દગડી ફળિયામાં રહેતા ગામજી હનિયા ગામિત ગુરુવારના રોજ બપોરે બે વાગ્યાના સુમારે પોતાના ઘરે જમવા માટે આવ્યા હતા. ત્યારે તેના પુત્ર મનેષ ગામિતે (ઉ.વર્ષ 30) પિતાના ભાગનું જમવાનું ચૂલામાં ફેંકી દીધું હતું. આથી બંને પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો.

જે તે સમયે પરિવારવાળાએ બંનેને છૂટા પાડી વધુ ઝઘડો કરતાં રોક્યા હતા. જે બાદ રાતનાં આઠ વાગ્યાથી બીજા દિવસે એટલે કે શુક્રવારે સવારે 6.00 વાગ્યા દરમિયાન આ વાતની અદાવત રાખી પિતા ગામજી ગામિતે ઘરમાં મુકેલ કુહાડો લઈ પોતાના સગા પુત્ર મનેષના માથા તેમજ જમણા હાથ પર ઘા કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેથી તેનું મોત નીપજ્યું હતું. આ સાથે પત્ની લીલાબેન ગામિતને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઘટનાની જાણ પોલીસને થતા સ્થળ પર પહોંચી લીલાબેન ગમાભાઈ ગામીતની ફરીયાદના આધારે કાકરાપાર પોલીસ મથકે હત્યારા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ઉપરાંત આઇપીસી કલમ 302,506(2) મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code