હિંમતનગર પાલિકાએ ફાયર સેફ્ટી ન ધરાવતા ૧૪ ટયુશન કલાસીસને નોટિસ ફટકારી
અટલ સમાચાર, હિંમતનગર હિંમતનગર શહેરમાં ફાયર સેફટીના સાઘનોની સુવિધા ન હોવાની ફરિયાદો બાદ પાલિકાએ ટયુશન કલાસીસો પર તવાઇ બોલાવી હતી અને ૧૪ કલાસીસ સંચાલકોને કારણદર્શક નોટિસ ફટકારતા ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હિંમતનગરમાં ઠેર-ઠેર ટયુશન કલાસીસોને કારણે દિવસે અને રાત્રે કલાસીસ ધમધમી રહ્યા છે ત્યારે આ પૈકીના મોટાભાગના ટયુશન કલાસીસમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ નથી. જેને
Dec 21, 2018, 12:27 IST

અટલ સમાચાર, હિંમતનગર
હિંમતનગર શહેરમાં ફાયર સેફટીના સાઘનોની સુવિધા ન હોવાની ફરિયાદો બાદ પાલિકાએ ટયુશન કલાસીસો પર તવાઇ બોલાવી હતી અને ૧૪ કલાસીસ સંચાલકોને કારણદર્શક નોટિસ ફટકારતા ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
હિંમતનગરમાં ઠેર-ઠેર ટયુશન કલાસીસોને કારણે દિવસે અને રાત્રે કલાસીસ ધમધમી રહ્યા છે ત્યારે આ પૈકીના મોટાભાગના ટયુશન કલાસીસમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ નથી. જેને લઈ પાલીકાના ફાયર બ્રિગેડ વિભાગ ધ્વારા ચેકિંગ કર્યું હતું. હિંમતનગરમાં ચાલતા મોટાભાગના ટયુશન કલાસીસોમાં ન કરે નારાયણને કોઈ ઘટના બને ત્યારે અભ્યાસ અર્થે આવતા વિર્ધાથીઓની સલામતી માટે વિવિધ વિસ્તારોમા ચાલતા ટયુશન કલાસીસોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ૧૪ ક્લાસીસ સંચાલકોને કારણદર્શક નોટીસ આપી ખુલાસો કરવા તાકીદ કરાઈ છે.