ભય@ડીસાઃ હડકવા ઉપડતા શ્વાને 15 લોકોને બચકાં ભર્યા, અફડાતફડી મચી

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) ડીસા તાલુકાના થેરવાડા ગામમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો છે. કારણ એક શ્વાનને હડકવા ઉપડતાં એક સાથે ડઝનથી વધુ લોકોને ભચકાં ભરતાં સારવાર લેવી પડી છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના થેરવાડામાંથી મળતી માહિતી અનુસાર એક શ્વાનને હડકવાની અસર થઈ હતી. જેથી તે ગામ આખામાં દોડધામ કરી જે સામે આવ્યું તેના ઉપર
 
ભય@ડીસાઃ હડકવા ઉપડતા શ્વાને 15 લોકોને બચકાં ભર્યા, અફડાતફડી મચી

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસા તાલુકાના થેરવાડા ગામમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો છે. કારણ એક શ્વાનને હડકવા ઉપડતાં એક સાથે ડઝનથી વધુ લોકોને ભચકાં ભરતાં સારવાર લેવી પડી છે.

બનાસકાંઠાના ડીસા તાલુકાના થેરવાડામાંથી મળતી માહિતી અનુસાર એક શ્વાનને હડકવાની અસર થઈ હતી. જેથી તે ગામ આખામાં દોડધામ કરી જે સામે આવ્યું તેના ઉપર હૂમલા કરવા લાગ્યો હતો. જેમાં તેની જ બિરાદરીના અન્ય શ્વાનો સહિત 15 ગ્રામજનોને હડફેટમાં લઈ બચકાં ભર્યા હતા. જેથી હડકવાગ્રસ્ત શ્વાનની લાળમાં રહેલી હડકવાની અસરની તાકીદ રાખી તમામ લોકોને હોસ્પિટલમાં તાબડતોડ સારવાર લેવી પડી હતી. એક સાથે 15 લોકોને હડકવાગ્રસ્ત શ્વાને કરડતા ગામમાં ભયનો માહોલ ઉભો થયો હતો.