લૉકડાઉનઃ સુરક્ષા કરતા પોલીસકર્મીઓને DGPએ મહત્વનો સંદેશો પાઠવ્યો

અટલ સમાચાર, ડેસ્ક કોરોનાના સંક્રમણ સામે લોકડાઉનમા સતત ખડેપગે રહેતી પોલીસને સંબોધીને રાજ્યના પોલીસવડા દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાત પોલીસના મારા સાથીઓ આપના બધા માટે ના આ કપરા સમયમાં આજે આપની ફરજ બાબતે આપની સાથે અમુક વાત શેર કરવા માંગુ છું. સૌથી પહેલા છેલ્લા કેટલાક દિવસમાં
 
લૉકડાઉનઃ સુરક્ષા કરતા પોલીસકર્મીઓને DGPએ મહત્વનો સંદેશો પાઠવ્યો

અટલ સમાચાર, ડેસ્ક

કોરોનાના સંક્રમણ સામે લોકડાઉનમા સતત ખડેપગે રહેતી પોલીસને સંબોધીને રાજ્યના પોલીસવડા દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાત પોલીસના મારા સાથીઓ આપના બધા માટે ના આ કપરા સમયમાં આજે આપની ફરજ બાબતે આપની સાથે અમુક વાત શેર કરવા માંગુ છું. સૌથી પહેલા છેલ્લા કેટલાક દિવસમાં ગુજરાત પોલીસ દ્વારા રાત દિવસ થઈ રહેલ ઉમદા કામગીરી માટે આપ સૌનો આભાર માનું છું. મને ગૌરવ છે કે આ મુશ્કેલ સમયમાં આપને લોકોના હિત માટે ના તમામ શક્ય પગલાં લઇ રહ્યા છીએ. અને મને ગર્વ છે કે આવી બહદુર ફોર્સ નો હું ડીજી છું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પોલીસ વડાની સ્પીચ એમના શબ્દોમાં ‘મને એક વાતનો પણ આનંદ છે કે, ગુજરાત પોલીસના દરેક જવાને પોતાની જાત અને પોતાનો પરિવાર કરતાં પણ ગુજરાતની જનતાની વધુ ચિંતા કરી છે અને એટલે જ આપણે આપણી પરવા કર્યા વગર રાત-દિવસ કામ કરી રહ્યા છીએ. મારી આ સૌને વિનંતી છે કે આવી ફરજ દરમ્યાન પણ આપને કોરોના સંક્રમણથી બચવા માટે શક્ય તેટલી તમામ તકેદારી રાખીએ. મુખ્યમંત્રીએ પણ પોલીસની કાળજી રાખવા મને સૂચના કરી છે. તમારે પણ આ સંક્રમણથી બચવા માટે તમામ સૂચનાનો અમલ કરવાનો રહેશે. તમે સ્વસ્થ રહેશો તો જ જનતાની સેવા કરી શકશો.

વડાપ્રધાનએ પણ જ્યાં છો ત્યાં સુરક્ષિત રહેવા નો મંત્ર આપ્યો છે. તેનો અપને અમલ કરાવીએ પરંતુ આ કામ કરતી વખતે આપને સંવેદનશીલતાથી પણ વર્તવું જોઈએ. કારણકે બધા લોકો માટે આ એક મુશ્કેલ ની ઘડી છે. જ્યારે તમે નાગરિકોને બહાર જતા કે હરતા ફરતાં અટકાવો છો ત્યારે તમારે એ વાત યાદ રાખવાની છે કે તે વ્યક્તિને પણ કોઈ મુશ્કેલી હોય શકે છે . જેથી મક્કમતાથી લોક ડાઉન ની અમલ ચોકક્સ કરાવીએ પણ સાથે સંવેદનશીલ પણ બનીએ. આજે સમગ્ર દેશ આપણા પર ભરોસો રાખીને ઘરમાં છે.