કોરોનાનો ડર: આ રાજ્યમાં લાખો રૂપિયાની માછલીઓને માટીમાં દાટી દેવાઇ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસે આખી દુનિયામાં દહેશત ફેલાવી છે ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસ સામે લડવાનો માહોલ છે. તો કોરોના વાયરસને લઈને ડરનો માહોલ છે. કોરોના વાયરસના તાર ચીનના વુહાનના મીટ માર્કેટ સાથે જોડાયા હોવાનું અનુમાન છે. એટલા માટે એવી અફવાહ પણ બજારમાં ગરમ છે કે ચિકન ખાવાથી કોરોના વાયરસ ફેલાઈ શકે છે. આની
 
કોરોનાનો ડર: આ રાજ્યમાં લાખો રૂપિયાની માછલીઓને માટીમાં દાટી દેવાઇ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસે આખી દુનિયામાં દહેશત ફેલાવી છે ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસ સામે લડવાનો માહોલ છે. તો કોરોના વાયરસને લઈને ડરનો માહોલ છે. કોરોના વાયરસના તાર ચીનના વુહાનના મીટ માર્કેટ સાથે જોડાયા હોવાનું અનુમાન છે. એટલા માટે એવી અફવાહ પણ બજારમાં ગરમ છે કે ચિકન ખાવાથી કોરોના વાયરસ ફેલાઈ શકે છે. આની અસર દેશના અનેક શહેરોમાં આવેલા મીટ માર્કેટ ઉપર પડી છે. આવી સ્થિતિમાં એક મામલો હિમાચલ પ્રદેશમાંથી પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ભાખડા ડેમ અને ગોવિંદ સાગર ઝીલમાં પેદા થનારી લાખો રૂપિયાની માછલીઓને કોરોના વાયરસના કારણે ખાડામાં દાટી દીધી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

માનવામાં આવી રહ્યું છે કે, આ નસ્લની માછલી પંજાબ, હરિયાણા અને દિલ્હીના લોકો ખૂબ જ પસંદ કરે છે. કોરોના વાયરસના કારણે લોકોએ મીટ માર્કેટમાંથી ખરીદી કરવાનું બંધ કરી દીધું છે. જેના કારણે માછલીઓ બીજા રાજ્યોમાં સપ્લાય નથી થઈ. જેના પગલે સ્થાનિક વેપારીઓએ ક્વિંટલના હિસાબથી માછલીઓને જમીનમાં ખાડો કરીને દાટવાનો નિર્ણય કર્યો હતો. કોરોના વાયરસના કારણે હિમાચલ પ્રદેશને લગભગ 15,000 માછીમારોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. કોરોના વાયરસની મહામારીના પગલે હિમાચલ પ્રદેશમાં માછલી પાલન, મરઘી પાલનનો વ્યવસાય સંપૂર્ણ પણે ઠપ થયો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, માછલી વ્યવસાયીઓને આર્થિક રીતે લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. જ્યારે માછીમારોને ખાવાના ફાંફા પડવા લાગ્યા છે. માછલી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ સરકાર પાસે માંગણી કરી છે કે, માછલી વ્યવસાય સાથે સંકળાયેલા વર્ગને સહાય કરે. માછલી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના નુકસાનમાં મદદ કરે.