આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસનો ડર સમગ્ર દુનિયામાં છવાયેલો છે. ખાસ કરીને અમેરિકામાં તો સ્થિતિ દરરોજ વધુને વધુ બગડતી જઈ રહી છે. અહીં મૃતકોનો આંકડો પહેલા જ એક હજારથી પાર થઈ ગયો છે. આ દરમિયાન પેન્સિલવાનિયાથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક કરિયાણાના સ્ટોરમાં 35 હજાર ડૉલર એટલે કે લગભગ 26 લાખ રૂપિયાનું ખાવાનું ફેંકી દેવામાં આવ્યું. તેની પાછળનું કારણ હતું એક મહિલાની છીંક.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ન્યૂયોર્ક મહિલાએ દુકાનમાં ખાવાના સામાનવાળા હિસ્સા પર છીંક ખાધી હતી. જેથી દુકાનદારે તમામ સામાન ફેંકી દીધો. CNNના અહેવાલ મુજબ, દુકાનદારને એ વાતનો ડર હતો કે ક્યાંક આ મહિલા કોરોના વાયરસની પોઝિટિવ તો નથી ને!દુકાનદાર મુજબ, આ મહિલાએ સ્ટોરમાં ઘૂસતાં જ છીંક ખાવાનું શરૂ કરી દીધું હતું. તેણે સ્ટોરમાં સામે રાખેલી બેકરીના સામાન અને મીટ પર છીંકવાનું શરૂ કરી દીધું. તાત્કાલિક સ્ટોર માલિકે તમામ સામાન ફેંકી દીધો. પોલીસને બોલાવવામાં આવી અને તે મહિલાને કસ્ટડીમાં લઈ લેવામાં આ

પોલીસના જણાવ્યા મુજબ, તે મહિલાએ જાણી-જોઈને આવું કર્યું હતું. હવે આ મહિલા પર અપરાધિક કેસ ચલાવવામાં આવશે. પ્રારંભિક રિપોર્ટ મુજબ, તે મહિલા કોરોના વાયરસની પોઝિટિવ નથી. પરંતુ પોલીસે કહ્યું કે ટૂંક સમયમાં તેના ટેસ્ટ કરાવવામાં આવશે

30 May 2020, 4:19 AM (GMT)

COVID-19 Global Stats

6,082,422 Total Cases
368,214 Death Cases
2,691,311 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code