આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ગીરીશ જોશી 

શહેરી વિસ્તારોમાં પ્રતિભા શોધી ફીલ્મી દૂનિયામાં લઇ જવાનું ચલણ હવે ગામડાઓ તરફ વધી રહયુ છે. ઉત્તર ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોમાં છુપાયેલી પ્રતિભા શોધવા પ્રોડયુસરોએ મથામણ આદરી છે. જેમાં પ્રથમ રાઉન્ડમાં મહેસાણા અને બનાસકાંઠા જીલ્લામાંથી ૬ બાળકો કલાકાર બની શકે તેવું સામે આવ્યુ છે.

પ્રાથમિક શાળામાં ભણતા બાળકોમાં છુપાયેલી કલાકારી બહાર લાવવા ખાનગી સંચાલકો અને શિક્ષણ આલમ ઘ્વારા શોધખોળ શરૂ થઇ છે. વિડીયો રેકોર્ડીંગ હેઠળ પ્રથમ રાઉન્ડને અંતે મહેસાણા અને બનાસકાંઠા જીલ્લામાંથી શરૂઆતના તબકકે કુલ ૬ બાળકો શોધી લેવાયા છે. આ વિધાર્થીઓ પૈકી કેટલાંક ગાયનમાં તો કેટલાંક એકટિંગમાં આગળ વધી શકે તેમ હોવાનું ધ્યાને આવ્યુ છે. આ સાથે સરેરાશ ૧૫ વિધાર્થીઓનું પ્રથમ રાઉન્ડનું ઓડીશન અમદાવાદ ગોઠવી છુપી પ્રતિભાને નિખારવા જણાવાયું હતુ.

ફીલ્મી દુનિયાના આગેવાનો છેલ્લા કેટલાંક મહિનાઓથી ઉત્તર ગુજરાતની ચોકકસ પ્રાથમિક શાળાઓની પસંદગી કરી કલાકારીના ગુણ ધરાવતા વિધાર્થીઓને કલા રજુ કરવા પ્રોત્સાહિત કરી રહયા છે. જેમાં દરેક બાળકનું વિડીયો રેકોર્ડીંગ કરી બીજા રાઉન્ડમાં લઇ જવા તૈયારી કરાવવામાં આવે છે. સુત્રોએ જણાવ્યું હતુ કે ખાનગી સંચાલકો અનેક મર્યાદાઓ વચ્ચે પ્રતિભા શોધતા હોવાથી ઉત્તર ગુજરાતમાં ૧ વર્ષને અંતે સરેરાશ ૬ વિધાર્થીઓ પ્રાથમિક તબકકે કલાકાર બની શકે તેવું સામે આવ્યુ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code