બીક@પાટણ: કોરોના કેસો હવે દરરોજ, આજે 5 દર્દી ખુલતાં નિયમોમાં કડકાઇ

અટલ સમાચાર, સિધ્ધપુર(હર્ષલ ઠાકર) પાટણ જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં વારંવાર મોટો ઉછાળો આવી રહ્યો છે. આજે પાટણ જીલ્લાના હોટસ્પોટ ગણી શકાય તેવા સિધ્ધપુર શહેરમાં ફરી કોરોનાએ માથું ઉચકતાં એકસાથે 4 કેસ આવ્યા છે. આ સાથે પાટણ શહેરમાં 1 મળી આજે નવા 5 કેસ સામે આવ્યા છે. કોરોના દર્દીઓને કારણે ચેપગ્રસ્તો વધી જવાની શક્યતા જોતાં જિલ્લા
 
બીક@પાટણ: કોરોના કેસો હવે દરરોજ, આજે 5 દર્દી ખુલતાં નિયમોમાં કડકાઇ

અટલ સમાચાર, સિધ્ધપુર(હર્ષલ ઠાકર)

પાટણ જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં વારંવાર મોટો ઉછાળો આવી રહ્યો છે. આજે પાટણ જીલ્લાના હોટસ્પોટ ગણી શકાય તેવા સિધ્ધપુર શહેરમાં ફરી કોરોનાએ માથું ઉચકતાં એકસાથે 4 કેસ આવ્યા છે. આ સાથે પાટણ શહેરમાં 1 મળી આજે નવા 5 કેસ સામે આવ્યા છે. કોરોના દર્દીઓને કારણે ચેપગ્રસ્તો વધી જવાની શક્યતા જોતાં જિલ્લા તંત્રએ હરકતમાં આવી માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ કડકાઈથી પાલન કરાવવા તૈયાર કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં સંક્રમણ બેફામ બન્યુ હોય તેમ દરરોજ નવા કેસો આવી રહ્યા છે. આજે પાટણ શહેરમાં 1 અને સિધ્ધપુર શહેરમાં 4 મળી નવા 5 દર્દીનો ઉમેરો થયો છે. આથી આગામી દિવસોમાં ચેપનો ખુલાસો થતાં નવા દર્દીઓ દાખલ થઇ શકે તેવો ભય પેઠો છે. આજે નોંધાયેલાં નવા કેસમાં પાટણ શહેરના હિંગળાચાચર બડવાવવાડોમાં રહેતા 65 વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

બીક@પાટણ: કોરોના કેસો હવે દરરોજ, આજે 5 દર્દી ખુલતાં નિયમોમાં કડકાઇ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે સિધ્ધપુર શહેરમાં કોરોનાના નવા 4 કેસ સામે આવ્યા છે. બિન્દુ સરોવર રોડ પર આવેલી સનનગર સોસાયટીમાં 33 વર્ષિય પુરૂષ, બ્રાહ્મણીયાની પોળમાં 75 વર્ષિય પુરૂષ, ગુરૂનાના સોસાયટીની બાજુમાં લીલાશાહનગરમાં રહેતા 44 વર્ષિય પુરૂષ અને 47 વર્ષિય સ્ત્રીનો સમાવેશ થાય છે. શહેરી વિસ્તારમાં સંક્રમણ બેકાબૂ બનતાં જીલ્લામાં કોરોનાના અત્યાર સુધી 285 કેસ નોંધાઇ ચૂક્યા છે.

બીક@પાટણ: કોરોના કેસો હવે દરરોજ, આજે 5 દર્દી ખુલતાં નિયમોમાં કડકાઇ

ઉલ્લેખનિય છે કે, આજરોજ પાટણ શહેર તેમજ ગ્રામ્યમાં કોરોના કેસ બહાર આવતા સ્થાનિક તાલુકાનુ આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. પાટણ જિલ્લા માટે અનલોક-1નાં પિરિયડમાં ગાઈડલાઈનના ચુસ્ત અમલમાં વહીવટીતંત્ર ઊણુ ઉતર્યુ છે. લોકડાઉનના ચાર તબક્કાનાં 70 દિવસો કરતા અનલોક-1ના 30 દિવસો વધુ ઘાતક પુરવાર થયુ જ છે ત્યા અનલોક-2 પહેલો દિવસ પણ આધાતજનક સમાચારો સાથે શરૂ થયો હોવાથી હવે આવનારો સમય કેવો પસાર થશે તે જોવુ રહ્યું.! અનલોક-2માં અપાયેલી વધુ છૂટછાટ ખતરનાક સાબિત થશે તેવુ લોકો માની રહ્યા છે.