આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

ઝારખંડમાં કોરોના વાયરસના સંક્રમણના ડરથી વૃદ્ધ મહિલાના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાને બદલે કૂવામાં ફેંકી દેવામાં આવ્યો. ઘટના પાયપુર પંચાયતના મોહનપુર ગામની છે. મળતી જાણકારી મુજબ, 65 વર્ષીય ચંચલા નાયકનું મોત થયું હતું. પરંતુ પરિજનો જ્યારે મૃતદેહને લઈ સ્માશન પહોંચ્યો તો સ્થાનિક લોકો કોરોના વાયરસના ડરથી તેમને અંતિમ સંસ્કાર કરવાથી રોકી દીધા. તેથી ગામની નજીક સ્મશાન ઘાટના કૂવામાં ફેંકી દીધો.

મૃતદેહને કૂવામાં ફેંકવાની જાણ થતાં જ પ્રશાસનના હોશ ઉડી ગયા. તાત્કાલિક પ્રશાસનની ટીમ બુધવાર રાત્રે કૂવા પાસે પહોંચી અને મૃતદેહને બહાર કાઢવાના પ્રયાસ શરૂ થયા. કૂવાથી તે પ્લાસ્ટિક મળ્યું જેમાં પૅક કરીને મૃતદેહને ફેંકવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે બહરાગોડા બીડીઓ રાજેશકુમાર સાહૂ, સીઓ હીરા કુમાર તથા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ચંદ્રશેખર કુમાર સહિત અનેક અન્ય પદાધિકારી પહોંચી ગયા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી જાણકારી મુજબ, ચંચલા નાયકની થોડા દિવસ પહેલા તબિયત ખરાબ થઈ હતી. તેમને બહરાગોડા સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી સારી સારવાર મળી રહે તે માટે તેમને એમજીએમ જમશેદપુર રેફર કરવામાં આવ્યા હતા. જોકે, એમજીએમ લઈ જતાં પહેલા રવિવારે તેમનું મૃત્યુ થયું હતું. મોત બાદ પ્રશાસને કોરોનાની તપાસ માટે મૃતદેહને ઘાટશિલા હૉસ્પિટલમાં રાખી દીધો હતો. બુધવારે રિોપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પ્રશાસને પરિજનોને મૃતદેહ સોંપી દીધો હતો. પરિજનો જ્યારે મૃતદેહને લઈ સ્માશન પહોંચ્યો તો સ્થાનિક લોકો કોરોના વાયરસના ડરથી તેમને અંતિમ સંસ્કાર કરવાથી રોકી દીધા. તેથી પરિજનોએ મૃતદેહને કૂવામાં ફેંકી દીધો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code