આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર)

હાલમાં કોરોના વાઇરસને લઈને સરકારોએ તમાકુ ગુટકા બીડી સિગારેટ સહિતના વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે. જેથી નશાના બંધાણી આવી ચીજવસ્તુઓની મોં માંગી કિમત ચુકવવા છતા મળવી મુશ્કેલ થઈ છે. ચારગણી આવક ઉભી કરી આપતા નશાકારક પદાર્થો તરફ ચોરોની નજર પડી હોઈ ખેરાલુ હાઈવે પરથી ૨ લાખની બીડી, ગુટખા, તમાકુ ચોરાઈ ગી છે.

કોરોનાની ઝપેટમાં આવેલા ખેરાલુ હાઈવે પર આવેલ કોમ્પલેક્ષમાં અંબાલાલ ટ્રેડિંગ દુકાનનુ શટર તોડી ગોડાઉનમાંથી અંદાજ બે લાખ રૂપિયાની બીડી, તમાકુ, ગુટખા તેમજ જાણીતી બ્રાન્ડ બાગબાનના ૫ કટ્ટા, વિમલ સહિતનનો સામાન લઈ તસ્કરો રવાના થઈ ગયા હતા.

આ અંગે વેપારી અરવિંદ પ્રજાપતિએ ખેરાલુ પોલીસ મથકને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં આવા પદાર્થોની માગ વધતા 5 રૂપિયાની તમાકુ 40થી 50 અને 10મા વેચતી ગુટખાના 60થી 70ના ઉચા ભાવ બોલાઈ રહ્યા છે. તસ્કરો સોના-ચાંદી કરતા નશીલા પદાર્થોની દુકાનો અને ગોડાઉનને ટાર્ગેટ કરી રહ્યા છે. ચોરોએ રસ્તો‌ બદલતા પોલીસ પણ મુઝવણમાં મુકાઈ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code