ફેમસ કેરેક્ટર દયાબેનને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં પાછુ આવુ પડશે

અટલ સમાચાર, ડેસ્ક ફેમસ કેરેક્ટર દયાબેનને લઈને એવા સમાચાર સામે આવ્યા હતા કે, શોના પ્રોડ્યૂસરઓએ તેને અલ્ટીમેટમ આપી દીધુ હતું કે, તેણે શોમાં વહેલીતકે પાછા આવી જવું જોઈએ, નહીં તો તેને રિપ્લેસ કરવામાં આવી શકે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેમસ કેરેક્ટર દયાબેનને લઈને શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ સ્પષ્ટતા કરી છે. તારક મહેતા કા
 
ફેમસ કેરેક્ટર દયાબેનને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં પાછુ આવુ પડશે

અટલ સમાચાર, ડેસ્ક

ફેમસ કેરેક્ટર દયાબેનને લઈને એવા સમાચાર સામે આવ્યા હતા કે, શોના પ્રોડ્યૂસરઓએ તેને અલ્ટીમેટમ આપી દીધુ હતું કે, તેણે શોમાં વહેલીતકે પાછા આવી જવું જોઈએ, નહીં તો તેને રિપ્લેસ કરવામાં આવી શકે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેમસ કેરેક્ટર દયાબેનને લઈને શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ સ્પષ્ટતા કરી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું કેરેક્ટર દિશા વાકાણી પ્લે કરે છે અને તેનો અંદાજ સૌ કોઈને પસંદ છે. પરંતુ દીકરીના જન્મ બાદથી દિશા શોમાં પાછી નથી આવી શકી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદીએ દિશા વાકાણીને 30 દિવસની નોટિસ આપવા અંગેના સમાચારને લઈને કહ્યુ હતુ કે, અમે લોકો શરૂઆતથી જ ખૂબ જ સહકારી રહ્યા છીએ. તેની દીકરીના જન્મ બાદથી અમે ખૂબ જ ધૈર્યની સાથે રાહ જોઈ રહ્યા છીએ, તેમજ તેને એક મા તરીકે સ્પેસ આપી રહ્યા છીએ. પરંતુ શોને ચાલુ રાખવો પણ એટલો જ જરૂરી છે. કોઈની પણ અનિશ્ચિતકાળ સુધી રાહ ના જોઈ શકાય.

દયાના કેરેક્ટરે ગોકુલધામ સોસાયટીમાં પાછા આવવું પડશે. જો દિશા પોતાના અંગત કારણોસર શોમાં પાછી ન આવી શકતી હોય તો અમારી પાસે તેને રિપ્લેસ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. આ નોટિસ અંગે વાત કરતા અસિત કુમારે જણાવ્યુ હતુ કે, અમે આ પ્રકારનું કોઈ અલ્ટિમેટમ નથી આપ્યું. જોકે, આ સમય છે કે તે કોઈ નિર્ણય લે અને અમને તે અંગે સૂચિત કરે.