આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા, ડીસા (અંકુર ત્રિવેદી)

રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે, ઉત્તર ગુજરાતની બજારોમાં અવનવી વેરાયટીઓ રાખડીઓનું આગમન થઈ ચૂક્યું છે. જેને લઇ બાળકોમાં સ્પાઇડરમેન, ડોરેમોન, મિકી માઉસની રાખડીઓએ બજારમાં આકર્ષણ જમાવ્યું છે. રાખડી કવર – ડિઝાઇનીગ પૂજા ડીશની પણ જમાવટ જોવા મળી હતી. ત્યારે શહેરના રાખડીના વેપારીઓ જોડે અવનવી ડિઝાઇનો જોવા મળી હતી.

ભાઇ-બહેનનાં પવિત્ર સંબંધને ઉજાગર કરતા રક્ષાબંધનના પર્વને આડે માત્ર ગણતરીની દિવસો બાકી છે. ત્યારે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણાના બજારોમાં રંગબેરંગી અને વિવિધ ડિઝાઇનમાં રાખડીઓનું આગમન થઇ ચૂક્યું છે.  ભાઇની રક્ષા થાય તેવા શુભ આશયથી બહેન દ્વારા ભાઇને બંધાતી રક્ષાનું પર્વ દરવર્ષે શ્રાવણી પૂનમે ઉજવવામાં આવે છે. આ દિવસે દાનપૂણ્ય કરવાનું મહત્વ પણ છે.

બ્રાહ્મણો દ્વારા આ દિવસે જનોઇ બદલવામાં આવે છે. પરંતુ શ્રાવણી (નારિયેળી) પૂનમ બહેન પોતાના ભાઇને રક્ષા બાંધી ભાઇના દીર્ઘાયુ માટે ઇશ્વરને પ્રાર્થના કરતી હોય છે. ભાઇને બાંધવાની રાખડી બહેન દ્વારા એકાદ સપ્તાહ પહેલાં જ ખરીદી લેવાય છે અને ધંધા વ્યવસાય અર્થે બહાર રહેતા ભાઇને રાખડી પોસ્ટ કે કુરિયર મારફતે મોકલી આપવામાં આવે છે.

બનાસકાંઠાના ડીસાની બજારોમાં બાળકોમાં સ્પાઇડરમેન, ડોરેમોન, મિકી માઉસની રાખડીઓએ બજારમાં આકર્ષણ જમાવ્યું છે. રાખડીની માંગને પહોંચી વળવા વેપારીઓ દ્વારા લગભગ એક માસ પૂર્વે જ વિવિધ ડિઝાઇનની રાખડીઓ ખરીદી વેચાણ અર્થે બજારમાં મૂકતા હોય છે. ડીસા શહેરમાં પણ વિવિધ ડિઝાઇન અને રંગોમાં રાખડીનું આગમન થઇ ચૂક્યું છે.

બજારમાં રૂપિયા 10 થી લઇ રૂ.300 સુધીની રાખડી ઉપલબ્ધ બની છે. તદઉપરાંત રાખડી મોકલવાના કવર, પૂજાની ડીશો વગેરેની માંગ પણ જોવા મળી હતી. નાનાં બાળકોને ખૂબ ગમતી સ્પાઇડરમેન, ડોરેમોન, મીકી માઉસ વગેરેની રાખડી પણ બજારમાં આકર્ષણ જમાવે છે.

drda inside meter add

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code