આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠા જિલ્લામાં બકરાં ચોરાવાની ઘટનાઓમાં વધારો થતાં ચર્ચા સાથે ગુસ્સામાં જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી માલધારીઓના વાડામાં બાંધેલા 194 મુંગા પશુ એવા બકરાં ચોરાઈ જવાથી પશુપાલકોને આર્થિક ફટકો પડી રહ્યો છે. ઘણા સમયથી બની રહેલી પશુધન ચોરીમાં પોલીસને ચોર ટોળકીનો કોઈ સુરાગ હાથ લાગ્યો નથી કે આમ થઈ રહ્યા પાછળનું કારણ જાણવા મળતું નથી. જેથી માલધારીઓ સાથે બનાસકાંઠાવાસીઓ પોતાના પશુની તકેદારી માટે ભયમાં મુકાઈ જવા પામ્યા છે.

Video:1

પાલનપુર, વડગામ અને દાંતા તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી બકરાં ચોરતી ટોળકી સક્રીય થવા પામી છે. જેમણે જુદાજુદા આઠ ગામોમાંથી રાત્રિ દરમિયાન 194 બકરાંની ઉઠાંતરી કરી જતાં માલધારીઓમાં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, દાંતા અને વડગામ પંથકમાં છેલ્લા એક સપ્તાહથી પશુઓ ઉપર તસ્કરો ત્રાટકી રહ્યા છે. આ અંગે સુમાહિતગાર સુત્રોએ જણાવ્યું હતુ કે, રાત્રિ દરમિયાન વાહન લઇને આવતી તસ્કર ટોળકીએ અત્યાર સુધીમાં જુદાજુદા નવ ગામોમાંથી 194 બકરી-બકરાંની ઉઠાંતરી કરી છે. ખાસ કરી જિલ્લાના 6 તાલુકાઓમાંથી આ ઘટનાઓ વધી જવા પામી છે. જેના પગલે માલધારીઓ ફફડાટમાં મુકાઈ ગયા છે.

Video:2

વડગામ તાલુકાના જોઈતા ગામમાંથી શાતીર ચોરોએ એક જ રાતમાં એક સાથે 25 બકરાં ઉઠાવી ગયા છે. વાડામાં બાંધેલા બકરાંની કિંમત 2.50 લાખની હોવાનું માલિકનું કહેવું છે. આટલી ગંભીર ઘટનાની વડગામ પોલીસ અને બનાસકાંઠા જિલ્લા પોલીસે ગંભીરતા પારખી તપાસ તેજ કરી સક્રિય ટોળકી પકડી પાડે તેવું પશુપાલકો ઈચ્છી બેઠા છે.

કયા ગામમાંથી કેટલા બકરાં ચોરાયા

  • ગંછેરા, તા. દાંતા-30
  • જોઇતા, તા. વડગામ-25
  • હાંતાવાડા, તા. વડગામ-25
  • ગોળા, તા. પાલનપુર-35
  • ઢેલાણા, તા. પાલનપુર-9
  • અમીરગઢ – 80

કેફી પદાર્થ નાંખતા હોવાની આશંકા

હિરાજી વાઘાજી રબારી (હતાવાડા)એ જણાવ્યું હતું કે, રાત્રિ દરમિયાન વાહન લઇને આવતાં શખ્સો પોતાની સાથે કોઇ કેફી પદાર્થ પણ લાવે છે. જે પદાર્થ બકરાં ઉપર તેમજ રબારી પરિવાર ઉપર નાંખતા હોવાની આશંકા છે. જેથી ચોરી કરતી વખતે એકપણ બકરૂ બોલતું નથી. અમારા કુતરા પણ ભસતા નથી. કે અમને પણ અવાજ થયાનો જરાપણ ખ્યાલ આવતો નથી.

જિલ્લામાં અનેક ટોળકીઓ સક્રીય

સૂત્રોએ જણાવ્યું હતું કે, બકરાં ચોરનારી વિવિધ સ્થળે અનેક ટોળકીઓ સક્રીય હોવાની શંકા છે. જેથી જ એક માસમાં આટલી મોટી સંખ્યામાં પશુધન ચોરાઈ ગયું છે. રાતના સમયે માલધારીઓની જગ્યામાં બિનઅધિકૃત રીતે પ્રવેશ કરી પશુધન ચોરાઈ રહ્યું છે. જો પોલીસ આ ઘટનાની ગંભીરતા સમજી તપાસ હાથ ધરે તો બકરાં ચોર ટોળકી ગેન્ગનો પર્દાફાશ થાય.

માલધારીઓને લાખો રૂપિયાનું નુકશાન

Video:3

માલધારીઓના 5,000 થી લઈ 10,000 રૂપિયા મૂલ્યના જિલ્લામાંથી 194 બકરાંની કિંમત લાખોની થવા જઈ રહી છે. જેની સારસંભાળ પાછળનો ખર્ચ તો અલગ જ રહે છે. આથી પશુપાલકોને અત્યારસુધી લાખો રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે.

29 Sep 2020, 6:49 AM (GMT)

COVID-19 Global Stats

33,556,424 Total Cases
1,006,458 Death Cases
24,881,607 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code