ફફડાટ@મહેસાણા: આ ઘરની મુલાકાત ટાળો, શંકાસ્પદને ત્યાં જાહેર નોટીસ

અટલ સમાચાર, મહેસાણા કોરોના વાયરસનો હાહાકાર અને ફફડાટ વચ્ચે આરોગ્ય અને પોલીસ વિભાગ હરકતમાં છે. આ દરમ્યાન બહારથી આવેલા લોકોને કોરોના હોવાની આશંકા જોતાં તેઓના ઘરની બહાર નોટીસ લગાવી દીધી છે. જિલ્લા આરોગ્ય એકમે “આ ઘરની મુલાકાત ટાળો” એવી સુચના સોસાયટી સહિતના લોકોને જણાવી છે. 14 દિવસમાં સુધીની ટાઇમલાઈન નક્કી કરી હોઇ ચોક્કસ તારીખ જણાવવામાં
 
ફફડાટ@મહેસાણા: આ ઘરની મુલાકાત ટાળો, શંકાસ્પદને ત્યાં જાહેર નોટીસ

અટલ સમાચાર, મહેસાણા

કોરોના વાયરસનો હાહાકાર અને ફફડાટ વચ્ચે આરોગ્ય અને પોલીસ વિભાગ હરકતમાં છે. આ દરમ્યાન બહારથી આવેલા લોકોને કોરોના હોવાની આશંકા જોતાં તેઓના ઘરની બહાર નોટીસ લગાવી દીધી છે. જિલ્લા આરોગ્ય એકમે “આ ઘરની મુલાકાત ટાળો” એવી સુચના સોસાયટી સહિતના લોકોને જણાવી છે. 14 દિવસમાં સુધીની ટાઇમલાઈન નક્કી કરી હોઇ ચોક્કસ તારીખ જણાવવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં સૌથી મોટા રાહતના સમાચાર છે કે, કોરોના પગપેસારો કરી શક્યો નથી. જનતા કરફ્યુ, આરોગ્ય અને પોલીસ વિભાગની કાળજીથી એકપણ વ્યક્તિને કોરોના નથી. જોકે બહારથી આવેલા વ્યક્તિઓને કદાચ કોરોના હોય તોની સંભાવના જોઈ હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે. જેમાં 14 દિવસમાં કોરોના વાયરસના લક્ષણો સામે આવતાં હોઇ આ દરમ્યાન ઘરની બહાર નહિ જવા આદેશ આપ્યો છે. આ સાથે શંકાસ્પદોના ઘરની દિવાલ ઉપર નોટીસ લગાવી અન્ય લોકોને પણ આ ઘરની મુલાકાત નહિ લેવા જણાવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, હોમ ક્વોરોન્ટાઈન વાળા પરિવારને કાળજી રાખવાની જરૂરી સુચના આપી શંકાસ્પદોને પણ ઘરમાં જ રહેવા આદેશ છે. શંકાસ્પદ વ્યક્તિને કોરોના વાયરસ છે કે કેમ તે 14 દિવસ બાદ ખબર પડે છે. આથી આ દિવસ દરમિયાન હોમ ક્વોરોન્ટાઈન વાળા ઘેર કોઈએ જવું નહિ તેવી સુચના જે તે ઘરની બહાર લગાવી દેવામાં આવી છે.