ફફડાટ@ભિલોડા: ધોળાદિવસે ઘરમાં ઘુસી લૂંટ મચાવી, લોકો પહોંચ્યા પોલીસ મથકે

અટલ સમાચાર, ભિલોડા ભિલોડામાં નિવૃત એલઆઈસી કર્મચારીના ઘરમાં 10 લાખની લૂંટની ઘટનાની ગુથ્થી ઉકેલવામાં ફિફા ખાંડી રહી છે ત્યારે ધોળા દિવસે એક લબરમૂછિયો તસ્કર નગરની ઉમિયા નગર અને માણેકબા સોસાયટીમાં બિન્દાસ્ત ત્રાટકી 25 હજાર થી વધુના મુદ્દામાલની ચોરી કરી રફુચક્કર થતા નગરજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. ઘટનાને લઇ મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ભિલોડા પોલીસ સ્ટેશનમાં
 
ફફડાટ@ભિલોડા: ધોળાદિવસે ઘરમાં ઘુસી લૂંટ મચાવી, લોકો પહોંચ્યા પોલીસ મથકે

અટલ સમાચાર, ભિલોડા

ભિલોડામાં નિવૃત એલઆઈસી કર્મચારીના ઘરમાં 10 લાખની લૂંટની ઘટનાની ગુથ્થી ઉકેલવામાં ફિફા ખાંડી રહી છે ત્યારે ધોળા દિવસે એક લબરમૂછિયો તસ્કર નગરની ઉમિયા નગર અને માણેકબા સોસાયટીમાં બિન્દાસ્ત ત્રાટકી 25 હજાર થી વધુના મુદ્દામાલની ચોરી કરી રફુચક્કર થતા નગરજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. ઘટનાને લઇ મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ભિલોડા પોલીસ સ્ટેશનમાં ઉમટ્યા હતા. પેટ્રોલિંગ વધારવા અને તસ્કર ટોળકીને નાથવા ઉગ્ર રજુઆત કરી હતી.

ફફડાટ@ભિલોડા: ધોળાદિવસે ઘરમાં ઘુસી લૂંટ મચાવી, લોકો પહોંચ્યા પોલીસ મથકે

ભિલોડાની બે રહેણાંક સોસાયટીમાં મંગળવારે બપોરના સુમારે 20 થી 22 વર્ષની ઉંમરનો તસ્કર બિન્દાસ્ત ત્રાટકી બે ખુલ્લા મકાનને નિશાન બનાવી ત્રણ મોબાઈલ એક ટેબ્લેટ અને 25 હજાર રોકડા રૂપિયાની ચોરી કરી રફુચક્કર થઇ જતા લોકોમાં ધોળેદહાડે રહેણાંક વિસ્તારમાં ચોરીની ઘટનાથી ફફડાટ ફેલાયો છે. ભિલોડા પોલીસ સ્ટેશને મોટી સંખ્યામાં બંને સોસાયટીના રહીશો પહોંચી ઉગ્ર રજુઆત કરી ચોર,લૂંટારુ ગેંગને ઝડપી પાડવા ઉગ્ર માંગ કરી હતી.

ફફડાટ@ભિલોડા: ધોળાદિવસે ઘરમાં ઘુસી લૂંટ મચાવી, લોકો પહોંચ્યા પોલીસ મથકે

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

ઉમિયાનગર સોસાયટીમાં ર્ડો.બાબુભાઇ પટેલના ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી ઘરમાં પ્રવેશી મોબાઈલ અને ટેબ્લેટ કીં.રૂ.5000 ઉઠાવી અન્ય સોસાયટીમાં ખુલ્લા રહેલા મકાનો શોધતો શોધતો ઉમિયાનગર સોસાયટીમાં પહોંચી યોગેશભાઈ પટેલના ઘરે પહોંચી ટેબલમાં રાખેલા રોકડા રૂપિયા 25000 તથા મોબાઈલ-1 કીં.રૂ.5000 મળી બંને મકાનમાંથી કુલ.રૂ. 35000ની ચોરી કરી અન્ય હર્ષદ સોનીના મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરી ફરાર થઈ જતા લોકોમાં રોષ ફેલાયો હતો. ભિલોડા પોલીસે બાબુભાઇ પટેલની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી