આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

પોશીના તાલુકાના કુકડી ગામના ત્રણથી ચાર કિશોર નદીમાં ન્હાવા ગયા હતા. બપોરે ગરમીમાં રાહત લેવાં જતાં મગર સાથે યુધ્ધ થયાનું સામે આવ્યું છે. જેમાં એક કિશોર ઉપર મગરે હુમલો કરતાં અન્ય મિત્રોએ મોત સામે જંગે ચડી બચાવી લીધો હતો. પગે ઈજાને પગલે કિશોરને નજીકના દવાખાને સારવાર અપાઇ હતી.

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના કુકડી ગામ નજીકની નદીમાં મગર અને કિશોરો વચ્ચે સોમવારે લડાઇ થઇ હતી. ગામના કિશોર વાકડી નદીમાં ન્હાવા માટે ગયા હતા. જ્યાં એક કિશોરને અચાનક મગરે નજીક આવી પગ ખેંચવાની કોશિશ કરી હતી. બંને વચ્ચેના જંગમાં અન્ય ત્રણ કિશોરે ઝંપલાવી પોતાના મિત્રને બચાવી લીધો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મગરનાં મુખમાંથી પોતાના મિત્રને બચાવ્યા બાદ ઇજાગ્રસ્ત કિશોરને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મિત્રોની બચાવ કામગીરીની ગામ અને નજીકનાં પંથકમાં પ્રશંસા થઈ રહી છે. સમગ્ર મામલે ખેડબ્રહ્મા વનવિભાગે ઘટનાથી અજાણ હોવાનું જણાવતાં અનેક સવાલો ઉભા થયા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code