ફિલ્મ પદ્માવતઃ રાજપૂત યુવાનો પર થયેલા કેસો પરત લેવાશે, સરકારનું આશ્વાસન

અટલ સમાચાર, મહેસાણા પદ્માવત ફિલ્મને લઈ સમગ્ર ભારતમાં રાજપૂત સમાજનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. રાજપૂત સમાજની કરણીસેના, મહાકાલ સેના સહિત અનેક સંગઠનોએ ફિલ્મનો અહિંસાના માર્ગે વિરોધ કર્યો હતો. જે બાદ અનેક રાજ્યોમાં રાજપૂત સમાજના યુવાઓ પર ખોટા કેસો થયા હતા. તમામ સંગઠનો મળી ગુજરાત સરકાર સમક્ષ કેસો પરત લેવા રજૂઆત કરી હતી. આ સાથે ગુજરાતના
 
ફિલ્મ પદ્માવતઃ રાજપૂત યુવાનો પર થયેલા કેસો પરત લેવાશે, સરકારનું આશ્વાસન

અટલ સમાચાર, મહેસાણા

પદ્માવત ફિલ્મને લઈ સમગ્ર ભારતમાં રાજપૂત સમાજનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. રાજપૂત સમાજની કરણીસેના, મહાકાલ સેના સહિત અનેક સંગઠનોએ ફિલ્મનો અહિંસાના માર્ગે વિરોધ કર્યો હતો. જે બાદ અનેક રાજ્યોમાં રાજપૂત સમાજના યુવાઓ પર ખોટા કેસો થયા હતા. તમામ સંગઠનો મળી ગુજરાત સરકાર સમક્ષ કેસો પરત લેવા રજૂઆત કરી હતી.

આ સાથે ગુજરાતના રાજપૂત સમાજે સરકાર સામે માંગ કરી કે સમાજના યુવાઓ પર ખોટા કેસો કરવામાં આવ્યા છે. ત્યારથી સરકાર સાથે સતત ખોટા કેસો બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી હતી. આથી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે રાજપૂત સમાજે મુલાકાત કરી હતી. પ્રદીપસિંહે આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફિલ્મ પદ્માવત વિવાદમાં થયેલ કેસો ટુંક સમયમાં પાછા ખેંચવામાં આવશે.

જેને લઈ ગુજરાત રાજપૂત સમાજની ઘણા સમયથી ચાલી આવતી માંગણી પ્રત્યે સહકાર મળ્યો છે. જે યુવાનો પર ખોટા કેસો ચાલી રહ્યા છે તેમના પરિવાર સહિત રાજપૂત સમાજમાં રાહત જોવા મળી હતી.

લાંબી લડત બાદ સમાજને ન્યાય મળશેઃ મહે. જિલ્લા યુવા રાજપૂત સમાજ

આ બાબતે મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજના પ્રમુખ નટવરસિંહ પરમાર, મહામંત્રી વિજયસિંહ ચાવડા અને દિલીપસિંહ જાડેજાએ સંયુક્ત રીતે જણાવ્યુ હતું કે, ફિલ્મમાં રાજપૂત સમાજની લાગણી દુભાઈ હતી. જેથી સમાજ રોડ ઉપર ઉતર્યો અને અહિંસાની લડત લડી રહ્યો હતો. પરંતુ કેટલીક જગ્યાએ સમાજને બદનામ કરવા અસામાજીક તત્વોએ આવું કૃત્ય કર્યું હતું. જેમાં સમાજના યુવાનો પર ખોટા કેસો કરવામાં આવ્યા હતા. જ્યારે હવે લાંબી લડત બાદ સરકારના ગૃહમંત્રી દ્વારા આશ્વાસન મળતા ખોટા કેસોનો સામનો કરી રહેલ યુવાનો, પરિવાર સાથે સમાજને ન્યાય મળશે.