ફિલ્મ જગતઃ બોલીવૂડમાં કામ કરવાની તક ના મળી, યુવતીની આત્મહત્યા

અટલ સમાચાર, ડેસ્ક બોલીવૂડમાં ચાન્સ નહિં મળતા પર્લ પંજાબીએ જીવ દઈ દીધો બોલીવૂડમાં તક મળે એ માટે પ્રયત્ન કરનારી એક ઉભરતી અભિનેત્રીએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. અંધેરીના ઓશીવારામાં આ ઘટના બની છે. ગુરૂવારે રાત્રે મકાનની અગાસી પર જઈ તેણે આત્મહત્યા કરી લીધી હતી. પર્લ પંજાબી તરીકે તેની ઓળખ થઈ છે. ફિલ્મોમાં કામ
 
ફિલ્મ જગતઃ બોલીવૂડમાં કામ કરવાની તક ના મળી,  યુવતીની આત્મહત્યા

અટલ સમાચાર, ડેસ્ક

બોલીવૂડમાં ચાન્સ નહિં મળતા પર્લ પંજાબીએ જીવ દઈ દીધો બોલીવૂડમાં તક મળે એ માટે પ્રયત્ન કરનારી એક ઉભરતી અભિનેત્રીએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. અંધેરીના ઓશીવારામાં આ ઘટના બની છે. ગુરૂવારે રાત્રે મકાનની અગાસી પર જઈ તેણે આત્મહત્યા કરી લીધી હતી. પર્લ પંજાબી તરીકે તેની ઓળખ થઈ છે.

ફિલ્મોમાં કામ મળે એ માટે છેલ્લા ઘણા સમયથી તે પ્રયત્ન કરતી હતી. જો કે, તેને તક મળી જ નહિં એવુ પોલીસે જણાવ્યુ હતું. મકાનના સિક્યોરીટી ગાર્ડ બીપીનકુમારે આપેલી માહિતી પ્રમાણે રાત્રે સવા બારથી સાડાબારની વચ્ચે આ ઘટના બની હતી. કંઈક અવાજ થયો. મને થયુ કે રસ્તા પર કોઈ ઝઘડો કરે છે. શું થયુ એ જોવા માટે હું ગયો હતો.

પાછો આવ્યો ત્યારે પર્લ પંજાબી રહેતી હતી એ ત્રીજે માળેથી મોટો અવાજ સાંભળ્યોો. પર્લ પંજાબી માનસીક તાણમાં હતી. માતા સાથે તેના વારંવાર ઝઘડા થતા હતા. આ અગાઉ પણ બે વાર તેણે આત્મહત્યાના પ્રયાસ કર્યા હતા એવી માહિતી પોલીસે આપી હતી.