ફિલ્મ જગતઃ પરેશ રાવલ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નવા ચેરમેન બન્યા

અટલ સમાચાર, ડેસ્ક પ્રસિદ્ધ એક્ટર અને ભાજપ નેતા પરેશ રાવલને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. ભાજપના પૂર્વ લોકસભા સાંસદ પરેશ રાવલ હવે એનએસડીની પદભાર સંભાળશે. પરેશ રાવલ પહેલા આ જગ્યાએ રાજસ્થાનના જાણીતા કવિ અર્જૂન દેવ ચરણ કામ કરી રહી રહ્યા હતા. જો કે હવે એનએસડીના નવા ચેરમેન તરીકે પરેશ રાવલની નિમણૂક
 
ફિલ્મ જગતઃ પરેશ રાવલ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નવા ચેરમેન બન્યા

અટલ સમાચાર, ડેસ્ક

પ્રસિદ્ધ એક્ટર અને ભાજપ નેતા પરેશ રાવલને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. ભાજપના પૂર્વ લોકસભા સાંસદ પરેશ રાવલ હવે એનએસડીની પદભાર સંભાળશે. પરેશ રાવલ પહેલા આ જગ્યાએ રાજસ્થાનના જાણીતા કવિ અર્જૂન દેવ ચરણ કામ કરી રહી રહ્યા હતા. જો કે હવે એનએસડીના નવા ચેરમેન તરીકે પરેશ રાવલની નિમણૂક થઇ છે. 2018માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ચીફ રાજસ્થાની કવિ અર્જૂન દેવ ચરણ હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પરેશ રાવલની નિયુક્તિ મામલે જાણકારી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલ એક ટ્વિટના માધ્યમથી આપી છે. તેમણે આ મામલે સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને કહ્યું છે કે પ્રખ્યાત કલાકાર માનનીય પરેશ રાવલ જીને મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની પ્રતિભાનો લાભ દેશના કલાકારો અને વિદ્યાર્થીઓને મળશે. હાર્દિક શુભેચ્છા.

ઉલ્લેખનીય છે કે પરેશ રાવલ બોલિવૂડના જાણીતા એક્ટર છે.પરેશ રાવલે હેરાફેરી, સર, ઓએમજી, સરદાર જેવી જાણીતી ફિલ્મોમાં કામ કર્યું છે. 2014માં તેમને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય તે અમદાવાદથી 2014માં ભાજપના લોકસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. 1984માં તેમણે હોલી ફિલ્મથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. 1986માં નામ ફિલ્મથી તેમને બોલિવૂડમાં ઓળખ મળી હતી. પહેલા તેમની ઓળખ એક સારા વિલેન તરીકે થતી હતી અને હેરી ફેરી પછી તે કોમેડી કિંગ પણ બની ગયા. જો કે સરદાર જેવી અનેક ફિલ્મોમાં તેમણે તેમની અદ્ઘભૂત એક્ટિંગ કરીને એક દમદાર કલાકાર તરીકે નામના મેળવી છે.