આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસના ચાલતા દેશમાં આપેલા 21 દિવસના લોકડાઉનના કારણે બોલિવુડ અને ટીવી જગતમાં તમામ ફિલ્મો અને સિરિયલ્સની શૂટિંગ બંધ છે. જેના કારણે ઈન્ડસ્ટ્રીમાં રોજ પર કામ કરી રહેલા મજૂરો ઘણા પરેશાન છે. તેમની સામે કોરોના સંકટની સાથે આર્થિક સંકટ પણ ઉભુ થયું છે. એવામાં હંમેશાથી ઈન્ડસ્ટ્રીની મદદ કરતા આવ્યા સલમાન ખાન એકવાર ફરી લોકોની મદદ માટે સામેઆવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સલમાન ખાને લોકડાઉનના ચાલતા આર્થિક સંકટમાં ઘેરાયેલા 25000 ડેલી વર્કર્સીન મદદ કરવાનો નિર્ણય કર્યો છે. મનોરંજન જગતમાં રોજ પર કામ કરતા મજૂરો માટે ફેડરેશનઓફ વેસ્ટર્ન સિને એમ્પ્લોઈ વારંવાર તેમની મદદ માટે સ્ટાર્સ અને પ્રોડ્યુસરોને અપીલ કરી રહી છે. ત્યારબાદ હવે સલમાન ખાન આ વર્કર્સની મદદ માટે આગળ આવી રહ્યા છે. મળતી જાણકારી અનુસાર, આ મજૂરોની સહાયતા માટે સલમાન ખાન fwice સંસ્થા સાથે વાતચીત કરી રહ્યા છે, અને સંસ્થા સાથે મળી સલમાનની ટીમ આવા મજૂરોનો ડેટા ભેગો કરવામાં લાગ્યા છે, જેથી તેમની સાથે વાતચીત કરી તેમના સુધી મદદ પહોંચાડી શકાય.

બોલિવુડ સ્ટાર્સ દ્વારા કોરોના સંકટમાં ડોનેશન આપ્યા બાદથી જ સળંગ સોશિયલ મીડિયામાં યૂઝર્સ સલમાન ખાનને
પ્રશ્ન કરી રહ્યા હતા કે તે કેમ આવા સમયમાં મદદ માટે આગળ નથી આવી રહ્યા. જોકે, તે હંમેશા આવા લોકોની મદદ કરતા રહે છે, જેમની મદદ માટે કોઈ આગળ નથી આવતું. એવામાં આ સમાચાર સલમાનના ફેન્સને જરૂર રાહત આપશે, જે ઘણા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code