ફિલ્મ જગતઃ સુશાંતની કાલે ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે ‘દિલ બેચારા’

અટલ સમાચાર, ડેસ્ક સુશાંત સિંઘ રાજપૂત અને સંજના સાંઘી સ્ટાર ફિલ્મ દિલ બેચારા આવતી કાલે એટલે કે 24 જૂલાઇનાં રોજ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે. આ સુશાંત સિંઘ રાજપૂતની અંતિમ ફિલ્મ છે સુશાંતને શ્રદ્ધાંજલિ આપવા માટે ડિઝની હોટસ્ટાર તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મ તે તમામ માટે અવેલેબલ કરાવશે. હોટસ્ટારનાં નોન સબસ્ક્રાઇબર્સ માટે પણ
 
ફિલ્મ જગતઃ સુશાંતની કાલે ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે ‘દિલ બેચારા’

અટલ સમાચાર, ડેસ્ક

સુશાંત સિંઘ રાજપૂત અને સંજના સાંઘી સ્ટાર ફિલ્મ દિલ બેચારા આવતી કાલે એટલે કે 24 જૂલાઇનાં રોજ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે. આ સુશાંત સિંઘ રાજપૂતની અંતિમ ફિલ્મ છે સુશાંતને શ્રદ્ધાંજલિ આપવા માટે ડિઝની હોટસ્ટાર તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મ તે તમામ માટે અવેલેબલ કરાવશે. હોટસ્ટારનાં નોન સબસ્ક્રાઇબર્સ માટે પણ આ ફિલ્મ અવેલેબલ હશે. તે પણ આ ફિલ્મ જોઇ શકશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો .

આપને જણાવી દઇએ કે, 14 જૂનનાં રોજ સુશાંત સિંઘ રાજપૂતની લાશ તેનાં બાન્દ્રા સ્થિત ઘરેથી મળી આવી હતી. તેણે પંખે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત માત્ર 34 વર્ષનો હતો. સુશાંતે તેનાં કરિઅરમાં મોટાભાગે હિટ ફિલ્મો આપી છે. તેનું કામ ફિલ્મ એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં ખુબજ વખણાયુ હતું. આ ફિલ્મથી તે ઘર ઘરમાં પ્રખ્યાત થઇ ગયો છે.