filem photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

લાલબાગના રાજાના દરબારમાં રોજ કોઈને કોઈ સેલેબ્સ આવતા રહે છે. દીપિકા પાદુકોણે ત્યાં વગર ચપ્પલે પહોંચી અને ગણપતિ બાપ્પા પાસે આશીર્વાદ માંગ્યા. દીપિકાની આ તસ્વીર તેમના ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.

ટ્રેડિશનલ અવતારમાં હંમેશા જ દીપિકા લોકોનું દિલ જીતી લે છે. અહીં દીપિકા સિલ્કની સાડી પહેરીને આવી હતી. દીપિકાની સાડી હેવી ગોલ્ડન બોર્ડર વાળી હતી, જેની સાથે તેણે વાળમાં ટાઈટ બન વાળ્યો હતો અને હેવી ઈયરરિંગ્સની સાથે પોતાના લુકને કંપ્લીટ કર્યો હતો. દીપિકા જ્યારે ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે પહોંચી તો ત્યાં ભારે ભીડ હતી.

file photo

જ્યારે દીપિકા ત્યાંથી નિકળી તો લોકો સેલ્ફી લેતા જોવા મળી રહ્યા હતા આજે ગણેશ ઉત્સવનો છેલ્લો દિવસ છે. આજે અનંત ચતુર્દશીનો દિવસ છે અને આજના જ દિવસે ગણપતિ વિસર્જનની પરંપરા છે. ફિલ્મોની વાત કરવામાં આવે તો દીપિકા પાદુકોણ ટુંક સમયમાં જ ફિલ્મ છપાકમાં જોવા મળશે. છપાક ઉપરાંત દીપિકા ફિલ્મ 83માં પણ કપિલ દેવની પત્નીની ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં કપિલ દેવની ભુમિકા રણવીર સિંહ નિભાવી રહ્યો છે. દીપિકા થોડા દિવસો પહેલા જ લંડનમાં પતિ રણવીરની સાથે 83ની શૂટિંગ કરી રહી હતી.

20 Sep 2020, 11:20 AM (GMT)

COVID-19 Global Stats

31,024,156 Total Cases
962,064 Death Cases
22,622,389 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code