નાણામંત્રી નિર્મલા સિતારામનની કંપનીઓને સરપ્રાઈઝ ગીફ્ટથી શેરબજારમાં ઉછાળો

અટલ સમાચાર, ડેસ્ક સરકાર દ્વારા વિવિધ નિર્ણયો હાલમાં લેવાયા છે. આજે નાણામંત્રી નિર્મલા સિતારામનએ કંપનીઓને સરપ્રાઈઝ ગીફ્ટ આપતી જાહેરાત કરી હતી જેને પગલે શેરબજાર ઝૂમી ઉઠ્યું હતું. શેર બજારમાં સમયથી પહેલા જ દિવાળી અને દિવાળીની ગીફ્ટ આવી ગઈ હતી. જીએસટી કાઉન્સીલની બેઠક પહેલા નાણામંત્રીએ સુસ્ત ઈકોનોમીને સ્પીડ આપવા માટે મોટું એલાન કર્યું છે. તજજ્ઞો તેને
 
નાણામંત્રી નિર્મલા સિતારામનની કંપનીઓને સરપ્રાઈઝ ગીફ્ટથી શેરબજારમાં ઉછાળો

અટલ સમાચાર, ડેસ્ક

સરકાર દ્વારા વિવિધ નિર્ણયો હાલમાં લેવાયા છે. આજે નાણામંત્રી નિર્મલા સિતારામનએ કંપનીઓને સરપ્રાઈઝ ગીફ્ટ આપતી જાહેરાત કરી હતી જેને પગલે શેરબજાર ઝૂમી ઉઠ્યું હતું. શેર બજારમાં સમયથી પહેલા જ દિવાળી અને દિવાળીની ગીફ્ટ આવી ગઈ હતી. જીએસટી કાઉન્સીલની બેઠક પહેલા નાણામંત્રીએ સુસ્ત ઈકોનોમીને સ્પીડ આપવા માટે મોટું એલાન કર્યું છે. તજજ્ઞો તેને મીની બજેટ કહે છે. નાણામંત્રીએ સ્થાનીક કંપનીઓ એને નવી સ્થાનિક મેન્યુફેક્ચરિંગ કંપનીઓના માટે કોર્પોરેટ ટેક્સના દરોમાં કાપ મુકવાનો પ્રસ્તાવ મુક્યો છે.

નાણામંત્રી નિર્મલા સિતારામનની કંપનીઓને સરપ્રાઈઝ ગીફ્ટથી શેરબજારમાં ઉછાળો
file photo

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો નવી મેન્યૂફેક્ચરિંગ કંપનીઓ પર લાગુ થશે. કંપનીઓને હવે છૂટ વગર 22 ટકા કોર્પોરેટ ટેક્સ આપવાનો રહેશે. સરચાર્જની સાથે ટેક્સનો દર 25.17 ટકા થાય છે. તેમણે કહ્યું કે, ઓક્ટોબર 2019 બાદ બનેલી કંપનીઓને 15 ટકા ટૅક્સ આપવો પડશે. તેની પર ટૅક્સનો પ્રભાવી દર 17.01 ટકા હશે. જે કંપનીઓ કોઈ છૂટનો ફાયદો નહીં લે તેના માટે મિનિમમ અલ્ટરનેટ ટૅક્સના દર ઘટાડવામાં આવ્યા છે. સરકારે નવી મૅન્યુફેક્ચરિંગ કંપનીઓને મેટ આપવાની પણ છૂટ આપવામાં આવી છે.

 

લિસ્ટેડ કંપનીઓ જેઓએ 5 જુલાઈ 2019 પહેલા બાયબેકની જાહેરાત કરી છે તેમના બાયબેક પર ટૅક્સ નહીં આપવો પડે. સીઆરઆરમાં થનારા 2 ટકા ખર્ચને ઇનક્યૂબેટર્સ પર ખર્ચ કરી શકાશે. કોર્પોરેટ ટૅક્સ ઘટાડાથી સરકારને દર વર્ષે 1.45 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે.