વેલેન્ટાઇન ડે 14મી ફેબ્રુઆરીએ કેમ ઉજવવામાં આવે છે જાણો ઐતિહાસિક કહાની

અટલ સમાચાર, ડેસ્ક 14 ફેબ્રુઆરી એટલે કે પ્રેમનો દિવસ. પ્રેમીઓ દ્વારા આ દિવસને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે. વેલેન્ટાઇન્સ ડે પર યુગલો એક બીજાને ગુલાબ, ચોકલેટ, ભેટો અને બીજી ઘણી વસ્તુઓ આપીને પ્રેમ વ્યક્ત કરે છે. આપણામાંના ઘણા એવા છે જે દર વર્ષે વેલેન્ટાઇન ડેની રાહ જોતા હોય છે. ફેબ્રુઆરી મહિનો નજીક આવતા જ
 
વેલેન્ટાઇન ડે 14મી ફેબ્રુઆરીએ કેમ ઉજવવામાં આવે છે જાણો ઐતિહાસિક કહાની

અટલ સમાચાર, ડેસ્ક

14 ફેબ્રુઆરી એટલે કે પ્રેમનો દિવસ. પ્રેમીઓ દ્વારા આ દિવસને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે. વેલેન્ટાઇન્સ ડે પર યુગલો એક બીજાને ગુલાબ, ચોકલેટ, ભેટો અને બીજી ઘણી વસ્તુઓ આપીને પ્રેમ વ્યક્ત કરે છે. આપણામાંના ઘણા એવા છે જે દર વર્ષે વેલેન્ટાઇન ડેની રાહ જોતા હોય છે. ફેબ્રુઆરી મહિનો નજીક આવતા જ તમારામાંથી ઘણા લોકોએ આંગળીઓના વેઢે ઉંધા દિવસો ગણવાનું શરૂ કરી દીધું હશે, પરંતુ શું તમે જાણો છો કે વેલેન્ટાઇન્સ, ડે કેમ ઉજવવામાં આવે છે? અને શા માટે આ દિવસને વેલેન્ટાઇન ડે નામ આપવામાં આવ્યું ?

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જો તમને ખબર હોય તો તે ખૂબ જ સારી બાબત છે, પરંતુ જો તમને ખબર ન હોય તો અમે તમને વેલેન્ટાઇન્સના ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી કેટલીક વિશેષ બાબતો વિશે જણાવીશું. ‘ઓરિયા ઑફ જેકોબ્સ દ વોરાઝિન’ પુસ્તકમાં વેલેન્ટાઇન્સનો ઉલ્લેખ છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં રોમના એક સંતના નામે ઉજવવામાં આવે છે, જેનું નામ વેલેન્ટિન હતું. એવું કહેવામાં આવે છે કે સંત વેલેન્ટિન સમગ્ર વિશ્વમાં પ્રેમને વધતો જોવા માંગતા હતા. પરંતુ રોમના રાજા સમ્રાટ ક્લાઉડિયસને આ વસ્તુ બિલકુલ પસંદ નહોતી. ક્લાઉડિયસને લાગતું હતું કે રોમનો તેમની પત્નીઓ અને પરિવારો પ્રત્યેના મજબુત લગાવને લીધે સેનામાં પ્રવેશતા નથી.

લોકોને સૈન્યમાં મોટી સંખ્યામાં દાખલ કરી શકાય તેના માટે કિંગ ક્લાઉડિયસે રોમમાં લગ્ન પર પ્રતિબંધ મૂક્યો. સેન્ટ વેલેન્ટિને ક્લાઉડીયસના આ આદેશ સામે વાંધો ઉઠાવ્યો હતો. વિરોધમાં સંત વેલેન્ટિને અધિકારીઓ અને સૈનિકોના લગ્ન કરાવી દીધા. સંતના આ વિરોધથી ક્રોધિત કિંગ ક્લાઉડિયસે 14 ફેબ્રુઆરીએ તેને ફાંસી આપી. એવું કહેવામાં આવે છે કે સેન્ટ વેલેન્ટિનને યાદ કરવા માટે 14 ફેબ્રુઆરી ‘પ્રેમનો દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.