અનુપમ ખેર સહીત 14 લોકો પર FIR દાખલ : ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મને લઇ વિવાદ

અટલ સમાચાર,ડેસ્ક પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના જીવન પર બનેલી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર રિલીઝ પહેલા જ વિવાદોમાં આવી ચુકી છે. એસડીજેએમ વેસ્ટની અદાલતમાં મુજફ્ફરપુર કોર્ટના અધિવક્તા સુધીર ઓઝા ઘ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા માટે માંગ કરવામાં આવી છે. સુધીર ઓઝા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મ ઘ્વારા પૂર્વ
 
અનુપમ ખેર સહીત 14 લોકો પર FIR દાખલ : ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મને લઇ વિવાદ

અટલ સમાચાર,ડેસ્ક

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના જીવન પર બનેલી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર રિલીઝ પહેલા જ વિવાદોમાં આવી ચુકી છે. એસડીજેએમ વેસ્ટની અદાલતમાં મુજફ્ફરપુર કોર્ટના અધિવક્તા સુધીર ઓઝા ઘ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા માટે માંગ કરવામાં આવી છે. સુધીર ઓઝા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મ ઘ્વારા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને બીજા નેતાઓની છબી ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. સુધીર ઓઝા ઘ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં દેશની સુરક્ષાવ્યવસ્થા સાથે પણ છેડછાડ કર્યાની વાત કહી છે.

રુદ્ર પ્રોડક્શન બેનર હેઠળ બોહરા બ્રધર ઘ્વારા નિર્મિત અને વિજય રત્નાકર ઘ્વારા નિર્દેશિત આ ફિલ્મના અભિનેતા અનુપમ ખેર સહીત 14 લોકો પર બિહારના મુજફ્ફરપુરની અદાલતમાં કેસ નોંધાવવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે અરજીકર્તા સુધીર ઓઝા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ફિલ્મ ઘ્વારા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને અપમાનિત કરવામાં આવ્યા છે.

 

આ મામલામાં યાચિકાકર્તાએ અભિનેતા અનુપમ ખેર, અક્ષય ખન્ના, ફિલ્મના નિર્માતા નિર્દેશક સહીત 14 લોકો પર કેસ દાખલ કર્યો છે. આ મામલે આગળની સુનાવણી 8 જાન્યુઆરીએ થશે. આપને જણાવી દઈએ કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને યુપીએ સરકાર પર બનેલી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ટ્રેલર લોન્ચ સાથે જ વિવાદોમાં આવી ગયું છે. આ ફિલ્મ 11 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.