FIR@મહેસાણા: વિજાપુરમાં સગીર વિદ્યાર્થીની ગુમ, ઊંઝામાં ઇસમ સગીરાને ભગાડી ગયો

અટલ સમાચાર ડોટ કોમ,મહેસાણા કોરોનાકાળ વચ્ચે મહેસાણા જીલ્લાના બે અલગ-અલગ તાલુકામાં સગીરા ગુમ થવાની ઘટના સામે આવી છે. જેમાં વિજાપુર પંથકમાંથી 14 વર્ષિય સગીર વિદ્યાર્થીની અચાનક શાળાએ ગયા બાદ ગુમ થઇ હતી. આ તરફ ઊંઝામાં પણ 16 વર્ષિય સગીરાને ઇસમ ફોસલાવીને ભગાડી જવાની ઘટના સામે આવી છે. આ બંને ઘટનાઓને લઇ ગુમ સગીરાના પરિજનોએ સંબંધિત
 
FIR@મહેસાણા: વિજાપુરમાં સગીર વિદ્યાર્થીની ગુમ, ઊંઝામાં ઇસમ સગીરાને ભગાડી ગયો

અટલ સમાચાર ડોટ કોમ,મહેસાણા

કોરોનાકાળ વચ્ચે મહેસાણા જીલ્લાના બે અલગ-અલગ તાલુકામાં સગીરા ગુમ થવાની ઘટના સામે આવી છે. જેમાં વિજાપુર પંથકમાંથી 14 વર્ષિય સગીર વિદ્યાર્થીની અચાનક શાળાએ ગયા બાદ ગુમ થઇ હતી. આ તરફ ઊંઝામાં પણ 16 વર્ષિય સગીરાને ઇસમ ફોસલાવીને ભગાડી જવાની ઘટના સામે આવી છે. આ બંને ઘટનાઓને લઇ ગુમ સગીરાના પરિજનોએ સંબંધિત પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિજાપુરમાં રહેતી એક 14 વર્ષની વિદ્યાર્થીની શાળા ગયા બાદ અચાનક ગુમ થઇ છે. મંગળવારે શાળાએ ગયા બાદ પરત નહીં ફરતાં પરિજનોએ શોધખોળ હાથ ધરી છે. આ તરફ શાળાના સીસીટીવી કેમેરા પણ ચેક કરતાં વિદ્યાર્થીની સાયકલ સ્ટોર્સ આગળથી એકલી ચાલતી જતી જોવા મળી હતી. જેને લઇ પરિવારજને વિજાપુર પોલીસ મથકે તેમની દીકરીને વાલીપણામાંથી કોઇ લઇ ગયેલ હોય કે તે તેની જાતેથી ક્યાંક ચાલી ગઇ હોવાની ફરીયાદ નોંધાવી છે. પોલીસે આઇપીસી કલમ 363 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

FIR@મહેસાણા: વિજાપુરમાં સગીર વિદ્યાર્થીની ગુમ, ઊંઝામાં ઇસમ સગીરાને ભગાડી ગયો

મહેસાણા જીલ્લાના ઊંઝામાં 16 વર્ષિય સગીરાને આરોપી યુવક ભગાડી ગયાની ઘટના સામે આવી છે. ગત મંગળવારના રોજ સગીરા ઘરેથી અચાનક ગુમ થઈ ગઈ હતી. જેને લઇ પરિજનોને એક યુવક ઉપર શંકા જતાં તેનો સંપર્ક કરવાની કોશિષ કરી હતી. જોકે આરોપીનો ફોન ફોન બંધ આવતા સગીરાના પરિજનોએ તેની વિરૂધ્ધ ઊંઝા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. ઊંઝા પોલીસે ગેરકાનુની રીતે કાયદેસરના વાલીપણામાંથી સગીરાને ભગાડી જનાર આરોપી વિરૂધ્ધ આઈપીસી કલમ 363, 366 મજબ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.