આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, શંખેશ્વર

શંખેશ્વર પંથકની યુવતિની સાથે સગાઇ તુટ્યા બાદ યુવક ફોન કરી હેરાન કરતો હોઇ પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પંથકના એક ગામની યુવતિની સગાઇ અગાઉ પાલનપુરના યુવક સાથે થઇ હતી. જે બાદમાં યુવક વ્યસની હોવાનું ખબર પડતાં યુવતિના પરિવારજનોએ સગાઇ તોડી નાંખી હતી. જે બાદમાં યુવક અવાર-નવાર યુવતિને ફોન અને મેસેજો કરી જાતિય સતામણી કરતો હતો. આ સાથે જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હોવાનું યુવતિએ ફરીયાદમાં લખાવ્યુ છે. સમગ્ર મામલે શંખેશ્વર પોલીસે પાલનપુરના ઇસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના શંખેશ્વર તાલુકાના એક ગામની યુવતિએ પાલનપુરના ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. વિગતો મુજબ ગામમાં રહેતી યુવતિની સગાઇ ગત દિવસોએ પાલનપુર તાલુકાના ધાણધા ગામના અને હાલ પાલનપુર સોનબાગ વિસ્તારમાં રહેતાં મહેન્દ્ર ઉર્ફે બોખો મગનભાઇ શ્રીમાળી સાથે થઇ હતી. જે બાદમાં મહેન્દ્ર વ્યસની હોવાનું ખબર પડતાં યુવતિના માતા-પિતાએ એકાદ વર્ષ પહેલાં સગાઇ તોડી નાંખી હતી. આ તરફ યુવક વારંવાર નવા-નવા નંબર પરથી યુવતિને ફોન કરી હેરાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. જોકે યુવતિ સમાજમાં આબરૂ જવાની બીકે કોઇને જાણ કરતી ન હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તાજેતરમાં જ યુવતિના પિતાના નિધન બાદ પણ ઇસમે ફોન કરવાનું ચાલુ રાખ્યુ હતુ. જે બાદમાં યુવતિના ભાઇને ફોન કરી ગાળો બોલી ધમકી આપી હતી. જેથી યુવતિને આ ઇસમ સગાઇ તોડ્યા બાદ પણ મેસેજો મોકલી ધાક-ધમકી આપતો હોઇ તેની સામે શંખેશ્વર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે શંખેશ્વર પોલીસે ઇસમ સામે આઇપીસી કલમ 354D(2), 504, 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code